બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / A storm is coming! No. 1 signal installed at ports of Gujarat, alert fishermen not to ply the sea,

સૂચના / આવી રહ્યું છે વાવાઝોડું.! ગુજરાતના બંદરો પર લગાવાયા 1 નંબરના સિગ્નલ, માછીમારો દરિયો ન ખેડવા એલર્ટ,

Last Updated: 05:28 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંભવિત વાવાઝોડું બિપોરજોયની આગાહીને પગલે બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે નવલખી, વેરાવળ, માંગરોળ તેમજ કચ્છ સહિતનાં બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

  • સંભવિત વાવાઝોડું બિપોરજોયની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ
  • તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું
  • નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

 જુનાગઢનાં માંગરોળમાં દરિયા કિનારે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. ત્યારે માંગરોળનાં દરિયામાં ભારે કરંટ દેખાતા 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે તમામ માછીમારોને પોતાની બોટો-હોડીઓ દરિયા કિનારે લાવવા સૂચના આપવામાં આવી છે.  હાલ માંગરોળ પંથકનું વાતાવરણ વાદળછાયું છે.

કચ્છના તમામ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું
અરબી સમુદ્રમાં વાવાઝોડાને કારણે બંદરો પર સિગ્નલ લગાવાયા છે. જેમાં કચ્છનાં તમામ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગની આગાહી બાદ કચ્છનાં પોર્ટ હરકતમાં આવ્યા છે. કંડલા, મુન્દ્રા અને જખૌ સહિતનાં પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. 

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ
સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે બંદરો પર સિગ્નલ લગાવાયા છે. હવામાન વિભાગની આગાહીને લઈને પોરબંદર તેમજ વેરાવળ પોર્ટ એલર્ટ છે. પોરબંદરનાં બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. મોટા ભાગની બોટ બંદર પર પરત આવી છે.

દ્વારકાના દરિયામાં આજે ભારે કરંટ જોવા મળ્યો
દ્વારકાનાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ભડકેશ્વર દરિયાકિનારે 15 ફૂટ જેટલા ઊંડા મોજા ઉછળ્યા હતા. તેમજ ગોમતીઘાટે પણ 10 ફૂટ જેટલા ઊંડા મોજા ઉછળ્યા હતા.તેજ પવન સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દ્વારકાનાં દરિયામાં આજે ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં ભારે કરંટ વચ્ચે યાત્રિકોએ ગોમતીઘાટે સ્નાન કર્યું હતું.

નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો આદેશ
ગુજરાતમાં સંભવિત વાવાઝોડા અંગે વહીવટી વિભાગ સતર્ક છે. વાવાઝોડાને લઈ સતત IMDના ફોરકાસ્ટ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. દરિયા કિનારાનાં જીલ્લાઓને સતર્ક રાખા સૂચના અપાઈ છે. ત્યારે જીલ્લા કલેક્ટરો દ્વારા અગમચેતીનાં પગલા લેવા માટે સૂચના અપાઈ છે. તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો આદેશ કરવામાં આવ્યો છે. 

જો અરબી સમુદ્રમાં ચક્રવાત બન્યા બાદ તે વાવાઝોડું બનીને ગુજરાત તરફ આવે કે ગુજરાતના દરિયાકિનારે ત્રાટકે તો ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય વાવાઝોડા દરમિયાન તોફાની પવનો ફૂંકાઈ શકે છે, જેની ગતિ ૫૦ કિમી પ્રતિ કલાક કે તેનાથી પણ વધારે હોઈ શકે છે.

દરમિયાન, હવામાન વિભાગ દ્વારા આ સિસ્ટમના કારણે અરબી સમુદ્રના પૂર્વ અને મધ્ય ભાગમાં માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે. જોકે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તો માછીમારોને વધુ મહત્ત્વની સૂચના અપાશે. જો વાવાઝોડું ગુજરાત તરફ આવશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના માછીમારોને પણ ચેતવણી અપાશે, કેમ કે વાવાઝોડાના સમયે જો દરિયા કિનારે બોટ લાંગરેલી હોય તો તેને સુરક્ષિત સ્થળે લઈ જવાની સૂચના અપાશે.

બિપોરજોય વાવાઝોડાનો લોકોમાં ફફડાટ
ગુજરાતની પ્રજા હજુ તૌકતેએ સર્જેલી ખાનાખરાબીને ભૂલી નથી અને હવે ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું એટલે કે બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાયું હોઈ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Biporjoy Forecasts Meteorological Department Storm બિપોરજોય વાવાઝોડું હવામાન વિભાગ Cyclone
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ