બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / A crime conference was held under the chairmanship of Ahmedabad Police Commissioner GS Malik

સખ્ત મેસેજ / 'ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસ શક્તિથી કાર્યવાહી કરે', પ્રથમ ક્રાઇમ કોન્ફરન્સમાં અમદાવાદ CPનો કર્મીઓને સંદેશ

Malay

Last Updated: 03:32 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિકની અધ્યક્ષતામાં યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ, પોલીસની કામગીરીનું કરાયું મૂલ્યાંકન.

  • પોલીસ કમિશનર જી.એસ મલિકની ક્રાઈમ ક્રાન્ફરન્સ
  • શહેરનાં તમામ PI, અને DCP અધિકારીઓની હાજર
  • 'પોલીસ સંવેદનશીલ રહે તે સૂચના અપાઈ રહી છે'

Ahmedabad News: અમદાવાદના ટાગોર હોલ ખાતે આજે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિક (જ્ઞાનેન્દ્ર સિંહ મલિક)ની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં શહેરના તમામ PI, ACP અને DCP અધિકારીઓની હાજરીમાં પોલીસની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પહેલીવાર કમિશનર જી.એસ મલિક દ્વારા ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

ચોરીની ઘટનામાં વધારો થયો છેઃ પોલીસ કમિશનર
ક્રાઈમ ક્રોન્ફરન્સ દરમિયાન પોલીસ કમિશનર જી.એસ મલિકએ કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ક્રાઈમ કાબૂ હેઠળ છે. ચોરીની ઘટનામાં વધારો થયો છે. ઈ-એફઆઈઆર સિસ્ટમ શરૂ કરાતા રજિસ્ટ્રેશન વધ્યું છે. સાથે જ સાયબર ક્રાઈમમાં પણ થોડો વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઈમમાં 5-6 પોલીસ ઇન્સપેક્ટરની નિમણૂંક પણ કરવામાં આવી છે. એકંદરે કહી શકાય કે ગુના કાબૂ હેઠળ છે. પોલીસ સંવેદનશીલ રહે તે સૂચના આપવામાં આવી રહી છે.

DG કોન્ફરન્સમાં પોલીસની કામગીરીના થયા વખાણ
તેઓએ જણાવ્યું કે, થોડા દિવસ અગાઉ રાજ્યના પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં અમદાવાદ પોલીસની કામગીરીના વખાણ થયા હતા. જેમાં ખાસ કરીને હથિયારોના ગુનાઓમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં સામેલ પોલીસકર્મીઓની પ્રશંસા કરવામાં આવી હતી. 

જી.એસ મલિક (કમિશનર, અમદાવાદ શહેર)

સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘટના દુઃખ હતીઃ જી.એસ મલિક
પોલીસકર્મીના તોડકાંડ પર પોલીસ કમિશનર  જી.એસ મલિકે કહ્યું કે,  સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘટના દુઃખ હતી. પોલીસની કામગીરી વિશે વાત કરીએ તો આ મામલે પોલીસે સહેજ પણ રહેમ દેખાડ્યા વગર  કડક કાર્યવાહી કરી. પોલીસે તાત્કાલિક FIR નોંધી અને આરોપીઓને શોધીને તેમની ધરપકડ કરવામાં આવી. જ્યારે જાણ થઈ કે આ (આરોપી) પોલીસકર્મચારીઓ છે, કરપ્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી. પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જ્યારે ટ્રાફિક જવાનને નોકરીમાંથી છૂટ્ટો કરાયો છે. આ તમામ અત્યારે જેલમાં છે. 

'પોલીસને ગુનાખોરી અટકાવવા અપાઈ છે સ્પષ્ટ સૂચના'
તેઓએ વધુમાં જણાવ્યું કે, પોલીસકર્મીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલવી ન જોઈએ. દારૂ, જુગાર, નાર્કોટિક્સ વગેરે જેવી ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસ પોતાની શક્તિથી કાર્યવાહી કરે અને આવી પ્રવૃતિઓને નાબૂદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ટ્રાફિકને લઈને તેઓએ કહ્યું કે, ટ્રાફિકની સમસ્યા બાબતે સુધારો લાવવા પ્રયાસો થઇ રહ્યા છે. હું નાગરિકોને ટ્રાફિક રુલ્સ ફોલો કરવા વિનંતી કરું છું. 

જી.એસ મલિક (કમિશનર, અમદાવાદ શહેર)

અગાઉ ગાંધીનગર ખાતે યોજાઈ હતી ક્રાઈમ ક્રોન્ફરન્સ
અત્રે ઉલ્લેખનીય છે કે, 11 સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે CMની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે, પોલીસ VIP કલ્ચરનું અનુસરણ ન કરે કાયદોએ તમામ માટે સમાન છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ પોલીસને સંબોધીને જણાવ્યું હતું કે, સજા એવી રીતે કરીએ કે સમાજમાં ઉદાહરણ બેસે. ગુજરાતમાં ધંધા રોજગાર સારા છે. તેની પાછળ ગુજરાત પોલીસને શ્રેય છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યુ હતું કે, 'આ કોન્ફરન્સમાં 3 વાત તમારી, 3 વાત અમારી અને 3 વાત લોકોની થવી જોઇએ'. મુખ્યમંત્રીએ આ તકે એમ પણ કહ્યું હતું કે, ગુન્હો-ક્રાઈમ કર્યો હોય એટલે સજા આપવાનો રવૈયો આપણે ત્યાં છે, પરંતુ ગુનેગારને સુધરવાનો અવકાશ રહે તેવી સમાજમાં ઉદાહરણરૂપ કામગીરીની પણ પોલીસદળ પાસે અપેક્ષા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ