બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 700 Gujaratis still in Israel amid war with Hamas: house arrest for three days

ઈઝરાયેલ-હમાસ અપડેટ / હમાસ સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયલમાં જ છે 700 ગુજરાતીઓ: ત્રણ દિવસથી ઘરોમાં જ કેદ, જોકે ઈન્ટરનેટ ચાલુ હોવાથી રાહત

Priyakant

Last Updated: 12:57 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War Latest News: ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં 700 ગુજરાતીઓ ફસાયા, ઈન્ટરનેટ સેવા ચાલુ હોવાથી સ્વજનોને આંશિક રાહત

  • ઈઝરાયેલ- હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગુજરાતીઓ ફસાયા
  • ઈઝરાયેલમાં 700 જેટલા ગુજરાતીઓ ફસાયા
  • ઈઝરાયેલમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા ચાલુ
  • ઈન્ટરનેટ સેવા ચાલુ હોવાથી સ્વજનોને આંશિક રાહત
  • ગુજરાત, રાજસ્થાનના યુવાનો 3 દિવસથી ઘરમાં કેદ

Israel Hamas War : ઈઝરાયેલ- હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગુજરાતીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ઈઝરાયેલમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે 700 જેટલા ગુજરાતીઓ ફસાયા છે. આ તરફ હવે ઈઝરાયેલમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા ચાલુ થઈ છે. મહત્વનું છે કે, ઈન્ટરનેટ સેવા ચાલુ હોવાથી સ્વજનોને આંશિક રાહત મળી છે. પ્રાથમિક વિગતો મુજબ ગુજરાત, રાજસ્થાનના યુવાનો 3 દિવસથી ઘરમાં કેદ હોવાનું પણ સામે આવ્યું છે. 

ઈઝરાયેલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે 700 ગુજરાતીઓ ત્યાં ફસાયા છે. ગુજરાત અને રાજસ્થાનના યુવાનો ત્રણ દિવસથી ધરમાં કેદ હોવાની વચ્ચે હવે ઈઝરાયેલમાં મોબાઈલ-ઈન્ટરનેટ ચાલુ હોવાથી સ્વજનોને આંશિક રાહત મળી છે.  ઈઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી હુમલા ચાલુ છે. આ યુદ્ધ હમાસના આતંકવાદીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઈઝરાયેલે જોરદાર વળતો હુમલો કર્યો હતો. ઈઝરાયેલે હમાસના આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓને નષ્ટ કરી નાખ્યા છે.   

હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં દરિંદગીની હદ વટાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાયેલમાં વડોદરાના 250થી વધુ લોકો ફસાયા છે. જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. નર્સિંગના વ્યવસાય સાથે સંકડાયેલી મહિલાઓ ઈઝરાયેલમાં ફસાઇ ગઈ છે. ઇઝરાયેલની હોસ્પિટલોમાં ભારતીય નર્સો વર્ષોથી સેવા આપે છે. ગુજરાતની મહિલાઓ યુદ્ધમાં ફસાતા ગુજરાતમાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે. ભારતીય વિદેશ મંત્રાલય યુદ્ધની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. 

ઈઝરાયેલની સેનાએ એડવાઈઝરી જાહેર કરી 
ઇઝરાયેલની સેનાએ મંગળવારે ઇઝરાયેલના લોકોને એક એડવાઇઝરી જારી કરીને આગામી ત્રણ દિવસ સુધી શેલ્ટર હોમમાં રહેવા જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે હમાસ અને સેના વચ્ચે હુમલા તેજ થઈ ગયા છે. જેના કારણે 1600 લોકોના મોત થયા છે. ઇઝરાયેલી સૈન્યએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેમણે ગાઝા પટ્ટીમાં 200 થી વધુ સ્થળોએ રાતોરાત હુમલો કર્યો, જેમાં ગાઝા સિટીના રિમલ વિસ્તાર તેમજ ખાન યુનિસ શહેરનો સમાવેશ થાય છે. સૈન્યએ જણાવ્યું હતું કે, ત્રાટકેલા સ્થળોમાં એક મસ્જિદની અંદર હથિયારોના સંગ્રહ સ્થળ તેમજ હમાસ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ દળો દ્વારા ઉપયોગમાં લેવાતા એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.

રાજકોટની મહિલાએ શેર કર્યો હતો વીડિયો
ગતરોજ રાજકોટના સોનલબેન ગેડીયાએ ઈઝરાયેલની સ્થિતિનો વીડિયો શેર કર્યો હતો. ઈઝરાયેલની પરિસ્થિતિ વિશે સોશિયલ મીડિયામાં મારફતે તેમણે જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ત્રાસવાદી સંગઠન રોડ ઉપર કોઈપણ દેશના નાગરિક પર હુમલો કરે છે. બાટીયમ સિટીમાં રાત્રે ધમાકા થયા હતા પરંતુ અત્યારે શાંતિ છે. વધુમાં કહ્યું હતું કે, હાલમાં બધા નાગરિકો સુરક્ષિત જગ્યાએ છે. હાલમાં ગાઝા તરફથી ધડાકાના અવાજ આવી રહ્યા છે. સોનલબેનએ જણાવ્યું હતું કે, મિસાઈલ પણ અત્યારે છોડવામાં આવી રહી છે. મુખ્ય માર્ગ તેમજ મુખ્ય બજાર ઉપર જવા ઇઝરાયલ સરકારે મનાઈ કરી છે

ઈઝરાયેલ પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો?
શનિવારે સવારે જ્યારે મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા, ત્યારે ઈઝરાયેલમાં હવાઈ હુમલાના પડઘા સંભળાવા લાગ્યા હતા. ધાર્મિક તહેવારો શબ્બત અને સિમચત તોરાહની રજા પર સમગ્ર દેશ સાયરન અને રોકેટના અવાજથી ગભરાઈ ગયો હતો કારણ કે પેલેસ્ટાઈન સમર્થિત હમાસ આતંકવાદીઓએ ઈઝરાયેલ પર સૌથી મોટો હુમલો કર્યો હતો અને એક પછી એક 5 હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. હમાસના રોકેટ હુમલાનો ઈઝરાયેલની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ જવાબ આપ્યો. ઇઝરાયેલની આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમએ આકાશમાં હમાસના રોકેટોનો નાશ કર્યો હતો, જોકે કેટલાક રોકેટ રહેણાંક વિસ્તારોમાં પડ્યા હતા, જેના કારણે નુકસાન થયું હતું. હમાસના હુમલાથી ચોંકી ઉઠેલા ઈઝરાયેલે યુદ્ધનું એલર્ટ વગાડ્યું અને જવાબી કાર્યવાહી કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ