બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / વડોદરા / 6.20 lakh lost in the lure of getting the credit card activated for free

યુવાન સાથે ખેલ પડ્યો / મફતમાં ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ થઈ જશેની લાલચમાં ફસાયો, ગુમાવી દીધા 6.20 લાખ, વડોદરાની ઘટનાથી ચેતી જજો

Hiralal

Last Updated: 04:04 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના એક યુવાન સાથે ક્રેડિટ કાર્ડને નામે 6.20 લાખની મોટી ઠગાઈ છે, આ ઘટનાથી હવે ચેતી જવાની જરુર છે.

  • વડોદરાના યુવાન સાથે થઈ 6.20 લાખની ઠગાઈ
  • ક્રેડિટ કાર્ડની વિગતો કઢાવીને ઠગભગતે કર્યો 6.20 લાખનો ફ્રોડ
  • યુવાને લઈને રાખી મૂક્યું હતું ક્રેડિટ કાર્ડ, અજાણ્યાએ એક્ટિવેટ કરવા લલચાવ્યો 

વડોદરાના ભાયાળીમાં રહેતો ફાર્માસિસ્ટ યુવાનને 500 રુપિયા બચાવવા જતાં 6 લાખ ગુમાવવાનો વારો આવ્યો તેવી એક આંખો ઉઘાડતી ઘટના બની છે. રાજેશ રાઠવા સાયબર ફ્રોડ ગેંગનો ભોગ બન્યો હતો અને આ ગેંગે તેની પાસેથી લાખો રુપિયા ખંખેરી લીધા હતા. ભાયાળીમાં રહેતા રાઠવાએ અજાણ્યા શખ્સો સામે પોલીસ નોરિયાદ નોંધાવી હતી. પોતાની સાથે બનેલી ફ્રોડની આખી ઘટના તેણે પોલીસને કહી સંભળાવી છે. તેણે કહ્યું કે થોડા સમય પહેલા એક્સિસ બેન્કમાંથી ક્રેડિટ કાર્ડ માટે મારા પર ફોન આવ્યો હતો. તેણે આ ઓફર સ્વીકારી અને કુરિયર દ્વારા કાર્ડ તેના ઘરે મોકલવામાં આવ્યું. પરંતુ રાઠવાએ આ કાર્ડ એક્ટિવેટ કર્યું ન હતું કારણ કે તેની વાર્ષિક ફી 500 રૂપિયા હતી.આ વાતના થોડા દિવસ બાદ તેને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો જેણે પોતાની ઓળખાણ સૌરભ શર્મા તરીકે આપી હતી અને પોતે એક્સિસ બેન્કનો કર્મચારી હોવાનો દાવો કર્યો હતો. ફોન કરનારે રાઠવાને પૂછ્યું કે તેણે તેનું ક્રેડિટ કાર્ડ કેમ સક્રિય કર્યું નથી. રાઠવાએ તેને કહ્યું કે તેને વાર્ષિક ફી 500 રુપિયા વધારે લાગે છે. ત્યાર બાદ ઠગબાજે જાળ પાથરતાં કહ્યું કે તે આ કાર્ડને ફ્રીમાં એક્ટિવેટ કરી શકે છે, મફતમાં ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ થતું હોવાનું જાણીને રાજેશ લલચાયો હતો અને તેણે ઠગબાજે ક્રેડિટ કાર્ડ અને બેન્કની જે પણ વિગતો માગી તે સામે ચાલીને આપી દીધી. 

ક્રેડિટ કાર્ડ હાથમાં આવતાં ઠગબાજે 6.20 લાખ ઉપાડ્યાં 
રાઠવાએ ફોન કરનારને કહ્યું હતું કે જો તે મફતમાં સક્રિય થાય તો તે કાર્ડનો ઉપયોગ કરશે. કાર્ડ અને બેંકની ડિટેલ શેર કરતા જ તેના ખાતામાં ત્રણ હપ્તામાં લગભગ 6.20 લાખ રૂપિયા જમા થઇ ગયા હતા. તે આશ્ચર્યચકિત થઈ ગયો અને ફ્રોડ કોલર સાથે તેના વિશે પૂછપરછ કરી, જેણે કહ્યું કે પૈસા કોઈ બેંકિંગ ભૂલને કારણે જમા થયા હોઈ શકે છે. છેતરપિંડી કરનારે રાઠવાને જણાવ્યું હતું કે તે લોન રદ કરાવી દેશે, અને થોડા કલાકોમાં જ તેના ખાતામાંથી 4.89 લાખ રૂપિયા ડેબિટ થઈ ગયા હતા અને બીજા દિવસે વધુ 1.32 લાખ રૂપિયા ડેબિટ થઈ ગયા હતા.

બેન્કની એપ ખોલી ત્યારે ખબર પડી લાખોનો ફ્રોડ થયો છે 
ઠગે રાઠવાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેની લોન રદ કરવામાં આવી છે અને રદ કરવા વિશેનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તેને ઇમેઇલ કરવામાં આવશે.પરંતુ રાઠવાએ બેન્કની એપ ખોલી ત્યારે ક્રેડિટ કાર્ડના મેનુમાં 10 હજાર રૂપિયાની બાકી ઇએમઆઈ જોવા મળી હતી અને આટલું જોતા તે એક ધબકારો ચૂકી ગયો અને તેને ખબર પડી ગઈ તેની સાથે બહુ મોટો ફ્રોડ થયો છે અને તે તરત પોલીસ સ્ટેશન દોડ્યો હતો અને ફરિયાદ લખાવી હતી. 

કયા બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા તેની તપાસ 
પોલીસ સબ-ઈન્સ્પેક્ટર જે યુ ગોહિલે કહ્યું કે અમે રાઠવાના બેંક ખાતામાંથી જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે બેંક ખાતાને શોધી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઉપરાંત, તપાસ પણ બેંક પર કેન્દ્રિત રહેશે કારણ કે ફ્રોડ કોલરને રાઠવાના ક્રેડિટ કાર્ડ અને તે એક્ટિવ થયું નથી તેને વિશે ખબર હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ