બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / 60 DAYS of peaceful farmers protest takes a violent turn in delhi know a timeline

દિલ્હી / બે મહિનાથી ચાલતું આંદોલન હિંસામાં કેમ ફેરવાયું? જાણો આખો ઘટનાક્રમ

Parth

Last Updated: 10:44 AM, 27 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં બે મહિનાથી આંદોલન કરવામાં આવી રહ્યું છે પરંતુ ગઇકાલે હિંસક તત્વો દ્વારા દિલ્હીમાં કોહરામ મચાવવામાં આવ્યો છે.

  • દિલ્લીમાં કેવી રેતે ફેલાઇ હિંસા?
  • શાંતિપૂર્ણ ચાલી રહેલું આંદોલન હિંસક કેવી રીતે થયું?
  • 60 દિવસનો સમગ્ર ઘટનાક્રમ

દિલ્લીમાં ટ્રેક્ટર રેલીમાં ઘણા હિંસક તત્વો ઘૂસી આવ્યા. છેલ્લા 60 દિવસથી ચાલી રહેલા અહિંસક આંદોલન ટ્રેક્ટર રેલીમાં હિંસક થઇ ગયું. ટ્રેક્ટર રેલી નીકાળી પરંતુ નક્કી રૂટ સિવાયના રૂટમાં પણ પહોંચી ગયા. જેને લઇ પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા. પ્રદર્શનાકીરોએ બેરિકેડ્સ તોડી અને અલગ અલગ રસ્તાઓ પર પહોંચી ગયા. ઘણા બધા એવા તત્વો પણ જોવા મળ્યા જે ટ્રેક્ટરથી જાણે તાંડવ મચાવી રહ્યા હોય અને પોલીસ જવાનો પર ટોળાઓએ હુમલા કરી દીધા ત્યારે શરૂઆતથી અહિંસક રહેલી રેલી કેવી રીતે હિંસામાં ફેરવાઇ અને શું છે ઘટનાક્રમ તે જોઇએ...

26 નવેમ્બર 2020
5 નવેમ્બરે ખેડૂતોએ દિલ્લી ચલોનું એલાન આપ્યું, જેને વેગ મળ્યું
હરિયાણા પોલીસે ખેડૂતોને રોકવા પ્રયાસ કર્યો
પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું
જો કે ખેડૂતો વિરોધને ખાળીને દિલ્લી બોર્ડર સુધી પહોંચી ગયા

1 ડિસેમ્બર 2020
કેન્દ્રએ કૃષિ કાયદા પર ચર્ચા માટે એક કમિટી બનાવાનો પ્રસ્તાવ રાખ્યો
35 ખેડૂત સંગઠનોએ પ્રસ્તાવનો સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો
ખેડૂત સંગઠન અને કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર વચ્ચેની વાતચીતમાં કોઇ સમાધાન ન નીકળ્યું

3 ડિસેમ્બર 2020
ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે 8 કલાક સુધી વાતચીત ચાલી
કેન્દ્ર સરકારે કાયદામાં ખામીઓ છે તેને દૂર કરવાની વાત કરી
MSP અને ખરીદ સિસ્ટમને લઇ અનેક પ્રસ્તાવ રાખ્યા પરંતુ કોઇ સમાધાન ન થયું

5 ડિસેમ્બર 2020
5માં તબક્કાની બેઠકમાં ખેડૂત નેતાઓએ મૌનવ્રત ધારણ કરી લીધું
ખેડૂત નેતાઓએ સરકારને કાયદો રદ કરવા હા કે નામાં જવાબ માગ્યો
કેન્દ્ર સરકારે ફરી 9 ડિસેમ્બર બેઠક બોલાવી

8 ડિસેમ્બર 2020
ખેડૂતોએ ભારત બંધનું આહવાન કર્યું
ભારત બંધની અસર પંજાબ, હરિયાણામાં સૌથી વધુ થઇ
ખેડૂતોના ભારત બંધને મોટાભાગના વિપક્ષી દળોએ સમર્થન આપ્યું
ઓડિશા, બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં પણ અસર દેખાઇ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂત નેતાઓ સાથે વાત કરી પરંતુ કોઇ નિરાકરણ ન આવ્યું

16 ડિસેમ્બર 2020
બોર્ડર બંધ થવાના કારણે યાત્રિઓને થનારી પરેશાનીને લઇ સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ
સુપ્રીમ કોર્ટે મામલાને લઇ એક કમિટી બનાવા કહ્યું
સુપ્રીમ કોર્ટે ખેડૂતોના અહિંસક વિરોધ પ્રદર્શનના અધિકારનો પણ સ્વીકાર કર્યો

21 ડિસેમ્બર 2020
ખેડૂતોએ આંદોલન સ્થળ પર એક દિવસની ભૂખ હડતાળ કરી
25થી 27 ડિસેમ્બર સુધી હરિયાણામાં ટોલ વસૂલી રોકવાની પણ જાહેરાત કરી

30 ડિસેમ્બર 2020
સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે 6 તબક્કાની વાતચીત થઇ
કેન્દ્રએ પરાળ સળગાવા સંબંધિત અધ્યાદેશમાં કોઇ એક્શન ન લેવાનું કહ્યું
પ્રસ્તાવિત વીજળી સંશોધન કાયો પણ લાગૂ ન કરવા પર સહમતિ થઇ

4 જાન્યુઆરી 2021
સાતમાં તબક્કાની વાતચીત પણ અનિર્ણાયક રહી
ખેડૂતો કાયદો રદ કરવા અડગ રહ્યા
સરકારે કાયદો રદ કરવાની ના પાડી દીધી

8 જાન્યુઆરી 2021
8માં તબક્કાની બેઠકમાં ખેડૂતોએ સ્પષ્ટતા કરી કે કાયદો પરત લેશો ત્યારે જ ઘર વાપસી થશે
સરકારે કાયદો રદ સિવાયની વૈકલ્પિક માગ માટે કહ્યું

12 જાન્યુઆરી 2021
સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી કરતા ત્રણેય કાયદા પર રોક લગાવી
સુપ્રીમ કોર્ટે એક કમિટીનું ગઠન કર્યું
કોર્ટે કમિટીને બે મહિનાની અંદર રિપોર્ટ જમા કરાવા કહ્યું

15 જાન્યુઆરી 2021
નવમાં તબક્કાની વાતચીતમાં પણ નિરાકરણ ન આવ્યું
પ્રદર્શનકારી ખેડૂતોએ કાયદાને રદ કરવાની માગ કરી
સરકારે યોગ્ય સુધારા કરવા માટે કહ્યું

21 જાન્યુઆરી
10માં તબક્કાની વાતચીતમાં દોઢ વર્ષ સુધી કાયદો સ્થગિત કરવાનો પ્રસ્તાવ રાખ્યો
સરકારે એક સંયુક્ત સમિતિ બનાવવા માટે કહ્યું જે મામલાનું સમાધાન લાવે
ખેડૂતોએ સરકારનો આ પ્રસ્તાવ ન માન્યો

22 જાન્યુઆરી 2021
11માં તબક્કાની વાતચીતમાં ખેડૂતો પોતાની માગ પર અડગ રહ્યાં
સરકારે પણ કડક વલણ અપનાવ્યું અને ફરી વાતચીત કરવા કહ્યું

26 જાન્યુઆરી 2021
ખેડૂતોએ ગણતંત્ર દિવસે ટ્રેક્ટર રેલી કાઢી
ટ્રેક્ટર રેલી દરમિયાન આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસા થઇ
પરેડમાં નક્કી રૂટ સિવાયના રૂટ પર પણ ઘણા બધા લોકોએ ટ્રેક્ટર રેલી કાઢી
પોલીસે ટોળાંઑ પર ટીયરગેસના સેલ છોડ્યા
પ્રદર્શનકારી તત્વોએ લાલ કિલ્લા પર પોતાનો ઝંડો ફરકાવ્યો
પોલીસ અને હિંસક તત્વો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ