બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 3 accidents occurred in the last 24 hours on SG highway of Ahmedabad, 5 people died

અરેરાટી / અમદાવાદ બન્યું અકસ્માતનું શહેર! છેલ્લા 24 કલાકમાં 3 અલગ-અલગ અકસ્માતમાં 5 લોકોને કાળ ભરખી ગયો

Malay

Last Updated: 04:06 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Accident News: અમદાવાદના એસ.જી હાઈવે પર છેલ્લા 24 કલાકમાં સર્જાયા 3 અકસ્માત, 5 લોકોએ ગુમાવ્યા જીવ

  • શહેરમાં અકસ્માતની વધતી સંખ્યા 
  • એક જ દિવસમાં 5 લોકોના મૃત્યુ
  • 3 અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યા જીવ 

Ahmedabad Accident News: અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. અમદાવાદના એસ.જી હાઈવે પર છેલ્લા 24 કલાકમાં સર્જાયેલા 3 અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા છે. એક દિવસમાં 5 લોકોના મોતથી ફરી સનસનાટી ફેલાઈ ગઈ છે. પાંચ મૃતકોમાં 4 યુવકો અને એક મહિલાનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં બે અકસ્માત સોલા નજીક અને એક અકસ્માત પકવાન નજીક સર્જાયો છે. 

અમદાવાદમાં વધુ એક અકસ્માત: શિવરંજની બ્રિજ પાસે બાઈક ચાલકે રાહદારીને  ફંગોળ્યો, થયું મોત | A young man died in an accident near Shivranjani  Bridge in Ahmedabad

પકવાન નજીક ગાડી પલટી મારી જતા 3ના મોત
આ અંગે વિગતવાર વાત કરીએ તો આજે વહેલી સવારે અમદાવાદના એસ.જી હાઈવે પર પકવાન બ્રિજથી ગાંધીનગર જતાં માર્ગ પર કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. ગાડી પલટી મારી જતા નરેશ પ્રજાપતિ (ઉં.વ 23), મિતેશ પ્રજાપતિ (ઉં.વ 24) અને કૌશલ પ્રજાપતિ (ઉં.વ 24) નામના ત્રણ યુવકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે ગાડી ચાલક નિમેષ પંચાલ ફરાર થઈ ગયો હતો.  પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણેય મૃતકો વાડજના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. 

સોલા બ્રિજ પર સર્જાયો હતો અકસ્માત
ગઈકાલે પણ અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું મોત થયું હતું. અંકિત પ્રજાપતિ નામનો યુવક બાઇક પર સવારે 8 વાગ્યે ઓફિસ જવા નીકળ્યો હતો. ત્યારે સોલા બ્રિજ પર એક ખાનગી કંપનીની બસના ચાલકે બાઇકસવાર અંકિતને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં અંકિતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો બીજી બાજુ બસ ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસડીને ફરાર બસ ચાલકની શોધખોળ હાથ ધરી હતી. 

સોલામાં અન્ય એક અકસ્માતમાં મહિલાનું મૃત્યુ 
તો સોલામાં અન્ય એક અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. શહેરના સોલા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં રાહદારી પાયલ કુંવરબા નામના મહિલાનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વાહનચાલકની શોધખોળ હાથ ધરી હતી.  

ઈસ્કોન બ્રિજ પર સર્જાયો હતો ભયાનક અકસ્માત
આપને જણાવી દઈએ કે, જુલાઈ મહિનામાં ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે બેફામ રીતે જેગુઆર કાર ચલાવીને 9 લોકોના જીવ લીધા હતા. જે બાદ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. છતાંય ઓવરસ્પીડ વાહન ચાલકોને કોઈ ડર રહ્યો નથી.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ