બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / yuzvendra chahal gave a pose after taking het trick

IPL 2022 / યુઝવેન્દ્ર ચહલે હેટ્રીક ઝડપીને રચ્યો ઇતિહાસ, ગ્રાઉન્ડ પર આપ્યો મિમ વાળો વાયરલ પોઝ

Khevna

Last Updated: 10:05 AM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં યુઝવેન્દ્ર ચહલે હેટ્રીક લઈને તેમનો જ જુનો વાયરલ પોઝ ફરી આપ્યો. જુઓ આ પોઝ

  •  યુઝવેન્દ્ર ચહલે લીધી હેટ્રિક 
  • ખુશી જતાવતા આપ્યો પોઝ 
  • રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને આપી માત 

 યુઝવેન્દ્ર ચહલે લીધી હેટ્રિક 

IPL 2022ની 30મી મેચમાં સોમવારે  યુઝવેન્દ્ર ચહલે ધમાલ મચાવી. રાજસ્થાન રોયલ્સનાં આ સ્પિનરે શાનદાર બોલિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ હેટ્રિક લઈ લીધી. ચહલનાં આ પ્રદર્શનને કારણે રાજસ્થાન રોયલ્સે KKRને 7 રનથી માત આપી. 

ચહલે 17મી ઓવરમાં સતત શ્રેયસ અય્યર, શિવમ માવી અને પેટ કમિન્સને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી. IPLનાં ઈતિહાસની આ 21મી હેટ્રિક રહી છે. જ્યારે ચહલે પેટ કમિન્સની વિકેટ લઈને પોતાની હેટ્રિક પૂરી કરી, તો સેલિબ્રેશન તો જોવા મળવાનું જ હતું. ચહલે ખુશીમાંને ખુશીમાં દોડતા દોડતા પોતાનું એક જુનું મિમ રીપીટ કર્યું. 

ચહલ મેદાનમાં એ જ પ્રકારે સુઈ ગયા, જે પ્રકારે 2019માં વન ડે વર્લ્ડ કપમાં શ્રીલંકા વિરુદ્ધ મુકાબલા દરમિયાન બાઉન્ડ્રી લાઈન પાસર સુઈ ગયા હતા. ચહલની આ હરકત લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે, ત્યારે પણ ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયા પર આ બાબતને લઈને મીમ્સ બની રહ્યા હતા. KKR વિરુદ્ધ મેચ પૂરી થયા બાદ તેમણે આ મિમ વિષે પણ વાત કરી હતી. 

આવી રહી મેચ 
મેચની વાત કરીએ તો, ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સે પાંચ વિકેટ પેર 217 રન બનાવ્યા હતા. જોસ બટલરે 61 બોલ્સ પર 103 રન બનાવ્યા હતા, જેમાં 9 ચોક્કા અને 5 છક્કા સામેલ રહ્યા છે. આ ઉપરાંત સંજૂ સેમસને 38 અને શીમરોન હેટમાયરે 26 રનનું યોગદાન આપ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સુનીલ નરેને સૌથી વધારે ખેલાડીઓને આઉટ કર્યા હતા. 

જવાબમાં KKRની ટીમ 19.4 ઓવરમાં 210 રન પર આઉટ થઇ હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધારે 85 રન અને એરોન ફિન્ચે 58 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી યુઝવેન્દ્ર ચહલે 40 રન આપીને 5 વિકેટ લીધી હતી. જયારે IPLમાં ડેબ્યૂ કરી રહેલ ઓબેદ મેક્કોયએ બે ખેલાડીઓને આઉટ કર્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ