યૂ-ટ્યૂબ હાલ દુનિયાનું મોટું વીડિયો પ્લેફોર્મ છે. આ પ્લેટફોર્મમાં દુનિયાભરના લોકો પોતાની પસંદગીની વીડિયો જોવે છે. પરંતુ તાજેતરમાં જ યૂ ટ્યૂબે પોતાના પ્લેટફોર્મ પરથી કેટલીક વીડિયો ડિલીટ કરી દીધી છે.
યૂ-ટ્યૂબે આ વર્ષે જુલાઇ થી સપ્ટેમ્બરની વચ્ચે પોતાના પ્લેટફોર્મથી એક બે નહીં પરંતુ 78 લાખ વીડિયો ડિલીટ કર્યા છે. યૂટ્યબે આ વીડિયોને આપત્તિજનક કન્ટેન્ટના કારણે ડિલીટ મારી છે. એક રિપોર્ટ અનુસાર ડિલીટ કરવામાં આવેલી 78 લાખ વીડિયોમાંથી
81% ની જાણ મશીનો દ્વારા કરી હતી. મશીનો દ્વારા જાણવા મળ્યું કે 74.5% વીડિયો એવા સામે આવ્યા છે જેને કોઇએ જોઇ નહતી.
આ કાર્યવાહી બાદ યૂટ્યૂબે પોતાના નિવેદનમાં કહ્યું કે અમે એક વીડિયોને જોઇ જે અમારા દિશાનિર્દેશોના ઉલ્લંઘન કરી રહી હતી એટલા માટે અમે એને હટાવી દીધી અને ચેનલ પર પણ કાર્યવાહી કરી. આગળ કંપનીએ કહ્યું કે સપ્ટેમ્બરમાં 90%થી વધારે અપલોડ કરવામાં આવેલી વીડિયો બાળ સુરક્ષા અને હિંસક અતિવાદના કારણે હટાવી દેવામાં આવી.
YouTube Rewind 2018 આ વર્ષની સૌથી નાપસંદ કરવામાં આવતી વીડિયો છે. તમને જણાવી દઇએ કે આ વીડિયોને યૂટ્યૂબે આ મહિનાની શરૂઆતમાં રિલીઝ કરી હતી.