Survey About sleep News: જો તમારી ઉંમર 25 થી 40ની આસપાસ હોય અને તમને ઊંઘ ન આવતી હોય તો તે પ્રેમની નહીં પણ સ્વાસ્થ્યની વાત
હાલમાં જ ઊંઘને લગતા સર્વેમાં ચોંકાવનારી બાબતો આવી સામે
25 થી 40ની ઉમરનાઅ યુવકોને ઊંઘ ન આવતી હોય તો તે પ્રેમની નહીં પણ સ્વાસ્થ્યની વાત
માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ 40 વર્ષની વયના લોકો પણ ઊંઘ ન આવવાની સમસ્યા
હાલમાં જ ઊંઘને લગતા સર્વેમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. જો તમારી ઉંમર 25 થી 40ની આસપાસ હોય અને તમને ઊંઘ ન આવતી હોય તો તે પ્રેમની નહીં પણ સ્વાસ્થ્યની વાત છે. સર્વે અનુસાર જો તમને રાત્રે પૂરતી ઊંઘ ન આવી રહી હોય. જો તમે સવારમાં સુસ્તી અનુભવો છો, તો તમે એકલા નથી. એવા ઘણા લોકો છે, જેઓ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ એક રીતે જાહેર આરોગ્યનો નવો પડકાર છે. આ રીતે માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ 40 વર્ષની વયના લોકો પણ ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.
70 લોકોને 6 કલાકથી ઓછી મળે છે ઊંઘ
નાગરિક સમાજની સંસ્થા એજવેલ ફાઉન્ડેશને ઊંઘ અંગે એક સર્વે કર્યો છે. સર્વેમાં 5 હજાર લોકોની ઊંઘની પેટર્ન વિશે ચર્ચા કરવામાં આવી છે. લગભગ 70% (3,488) સર્વે ઉત્તરદાતાઓએ 6 કલાકથી ઓછી ઊંઘ લીધી. જ્યારે પુરુષો ઊંઘની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સર્વેમાં ભાગ લેનારા કુલ લોકોમાંથી 2,245 (45%) 40-64 વર્ષની વચ્ચેના હતા. બાકીના 2,755 (55%) વૃદ્ધ વ્યક્તિઓ (65 વર્ષ અને તેથી વધુ) હતા. લિંગ મુજબ, 2,562 (51%) મહિલાઓ હતી. જ્યારે, 2438 (49%) પુરુષો હતા. સર્વેમાં સામેલ લગભગ 58% લોકો શહેરી વિસ્તારના હતા.
File Photo
જાણો કેમ નથી આવતી ઊંઘ ?
એવું જાણવા મળ્યું હતું કે ભાવનાત્મક, સામાજિક અને જીવનશૈલીની સમસ્યાઓ ઊંઘ ન આવવા માટેનું કારણ છે. લગભગ 73% (3,668) ઉત્તરદાતાઓએ ઊંઘને અસર કરતા મુખ્ય પરિબળોમાંના એક તરીકે નાણાકીય અને મિલકતની બાબતોને જવાબદાર ગણાવી હતી. ઊંઘની પેટર્નમાં વિક્ષેપના અન્ય કારણો પૈકી, 72% ઉત્તરદાતાઓએ પરિવારના વૃદ્ધ સભ્યો સાથે સંપર્કનો અભાવ દર્શાવ્યો. નાના અને મોટા પરિવારના સભ્યો (69%) વચ્ચેના અહંકાર-સંબંધિત તકરારને કારણ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. પરિવારના નાના સભ્યો તરફથી આદરનો અભાવ અને દુર્વ્યવહાર (62%) પણ કારણ હતું. 'સ્લીપ ડિસઓર્ડર્સ - ઇમર્જિંગ હેલ્થ ઇશ્યૂઝ ઇન ઓલ્ડ એજ' શીર્ષક ધરાવતા આ સર્વે મે દરમિયાન 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવ્યો હતો.
File Photo
આટલા લોકો તેમની ઊંઘથી સંતુષ્ટ નથી
સર્વે દરમિયાન કુલ ઉત્તરદાતાઓમાંથી 52% લોકોએ કહ્યું કે, તેઓ સારી ઊંઘ મેળવવા માટે સંઘર્ષ કરે છે. જેમને એવું લાગ્યું તેમાં 56% પુરૂષો અને 44% સ્ત્રીઓનો સમાવેશ થાય છે. લગભગ 75% શહેરી લોકોએ કહ્યું કે, તેઓ દિવસમાં 5-6 કલાકથી ઓછી ઊંઘ લે છે. 64% ગ્રામીણ લોકો ઓછી ઊંઘમાં સામેલ હતા. સર્વે દરમિયાન 54% લોકોએ ફરિયાદ કરી હતી કે, તેઓ વય સાથે ઓછી ઊંઘ લે છે. જોકે લગભગ 32% ઉત્તરદાતાઓએ દાવો કર્યો હતો કે, તેમને તેમની ઊંઘની આદતોમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નથી. આ સાથે એવા 14% હતા જેમણે દાવો કર્યો હતો કે. તેઓ તેમના અગાઉના વર્ષો કરતાં હવે વધુ ઊંઘે છે. એકંદરે 56% લોકોએ કહ્યું કે, તેઓ તેમની વર્તમાન ઊંઘની પેટર્નથી સંતુષ્ટ નથી.
તો શું ઊંઘ ન આવવા માટે દવાઓ પણ જવાબદાર
એજવેલ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ હિમાંશુ રથે જણાવ્યું હતું કે. એવું જોવામાં આવ્યું છે કે. વૃદ્ધાવસ્થામાં 90% થી વધુ લોકો કોઈને કોઈ દવા લે છે. આમાંના મોટા ભાગના ઊંઘ માટે અનુકૂળ નથી. ઉદાહરણ તરીકે હાઈ બીપી માટેની કેટલીક દવાઓ આરામ અથવા ઊંઘની ગુણવત્તાને ઘટાડી શકે છે. જ્યારે કેટલીક દવાઓ દિવસ દરમિયાન સુસ્તીનું કારણ બની શકે છે. તેમણે ઉમેર્યું હતું કે. નિવૃત્તિ પછીના જીવનમાં ઝડપથી બદલાતી દૈનિક આદતો પણ ઊંઘની ગુણવત્તા ઘટાડવામાં ભૂમિકા ભજવે છે. રથે કહ્યું કે, જે લોકો ઓછી સામાજિક ક્રિયાપ્રતિક્રિયાને કારણે એકલતા અનુભવે છે તેઓ પણ ચિંતા અને તણાવમાં વધારો અનુભવી શકે છે.