બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / yogi adityanath oath ceremony up cabinet ministers list

UP કેબિનેટ 2.0 / ઉત્તરપ્રદેશમાં ટીમ યોગી તૈયાર : જાણો કોને-કોને મળી શકે છે મંત્રી પદ

Mayur

Last Updated: 08:27 PM, 24 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યોગી આદિત્યનાથને બુધવારે ફરી એકવાર સર્વસમ્મતિથી ભાજપના નવા ધારાસભ્ય દળના નેતા બનાવાયા છે. તેઓ સતત બીજી વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

  • શુક્રવારે ઇકાના સ્ટેડિયમમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી પદના લેશે શપથ
  • સતત બીજી વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
  • ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં ભાજપે 255 બેઠકો પર જીત મેળવી છે

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવતીકાલે શપથ ગ્રહણ કરશે. આજે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં તેમને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. યોગીનું નામ નક્કી જ હતું. આજે માત્ર ઔપચારિક જાહેરાત કરવામાં આવી. પર્યવેક્ષક તરીકે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસની હાજરમાં યોગીને ધારાસભ્ય દળના નેતા પસંદ કરાયા. ત્યારે યોગી મંત્રીમંડળમાં સામેલ નામોને લઇને નવી યાદી સામે આવી છે.

યોગી સરકારની કેબિનેટ 2.0ને લઇને કહેવામાં આવી રહ્યું છે કે અંદાજિત 2 ડઝન કેબિનેટ મંત્રી, અંદાજિત 12 રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવી શકાય છે. ત્યારે અંદાજિત 10થી વધુ રાજ્યમંત્રી પણ બનાવી શકાય છે.

જુઓ ઉત્તરપ્રદેશના સંભવિત મંત્રીઓની યાદી

યોગી સરકારની કેબિનેટ 2.0 પર અંતિમ મહોર લાગી ચૂકી છે. સૂત્રોના અનુસાર, ઉત્તરપ્રદેશમાં ફરીથી 2 નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. કેશવ પ્રસાદ મૌર્ય બીજી વખત ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનશે. યોગી મંત્રીમંડળમાં સામેલ થનારા કેબિનેટ મંત્રીઓની યાદીને લઇને કહેવામાં આવી રહ્યું છે કે સ્વતંત્ર દેવ સિંહને કેબિનેટ મંત્રી બનાવી શકાય છે. શ્રીકાંત શર્માને બીજી વખત મંત્રી બનાવવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. પૂર્વ IPS અસીમ અરૂણને મંત્રી બનાવવામાં આવશે. સિદ્ધાર્થ નાથ સિંહ ફરી મંત્રી બની શકે છે. મહેન્દ્રસિંહને મહત્વનું મંત્રાલય મળી શકે છે. બેબી રાની મૌર્યને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. જિતિન પ્રસાદ ફરી મંત્રી બનશે. અનિલ રાજભર ફરી મંત્રી બની શકે છે. બ્રાહ્મણ સમાજથી સુનીલ શર્માને મંત્રી બનાવવામાં આવશે. જાટ નેતા ભૂપેન્દ્ર ચૌધરી મંત્રી બની શકે છે. નિષાદ પાર્ટીના સંજય નિષાદનું કેબિનેટ મંત્રી બનવું નક્કી માનવામાં આવી રહ્યુઁ છે. અશ્વિની ત્યાગીને પણ યોગી કેબિનેટમાં જગ્યા મળી શકે છે. સતીષ મહાના પણ યોગી મંત્રીમંડળમાં નજરે આવી શકે છે. બૃજેશ પાઠક પણ યોગી કેબિનેટમાં ફરીથી નજરે આવી શકે છે.

શુક્રવારે ઇકાના સ્ટેડિયમમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી પદના લેશે શપથ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ શુક્રવારે શપથ ગ્રહણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના દિગ્ગજ નેતા, ઉદ્યોગપતિ અને સંત પણ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. લખનઉમાં ઇકાના સ્ટેડિયમમાં યોગી આદિત્યનાથનો ભવ્ય શપથગ્રહણ સમારોહ 25 માર્ચ શુક્રવાર સાંજે 4 વાગ્યે થશે. માહિતી અનુસાર, દિનેશ શર્માને ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.

ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં ભાજપે 255 બેઠકો પર જીત મેળવી છે

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી ભાજપને 255 બેઠકો મળી, જ્યારે સાથી પક્ષ અપના દળ સોનેલાલને 12 અને નિષાદ પાર્ટીને 6 બેઠકો પર જીત મળી. ત્યારે શુક્રવારે યોગી મંત્રીમંડળનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે. લખનઉના અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમમાં શપથ સમારોહ યોજાશે. જેમાં 12 રાજ્યના મુખ્યમંત્રી સામેલ થશે. 5 લાખથી વધુ લોકો સામેલ થવાનો અંદાજ છે. 40થી વધુ ધારાસભ્યો મંત્રીપદના શપથ લેશે. જ્યારે 75 જિલ્લામાં પૂજાપાઠ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ