ડર્બી: મહિલા વિશ્વ કપમાં સતત બે મેચ હારયા બાદ ભારતીય મહિલા ટીમની આગામી મેચ ન્યૂંઝીલેન્ડ સામે છે. 'કરો યા મરો'ની આ મેચ ભારતીય ટીમ માટે ક્વાટર ફાઈનલની જેમ રેહશે જેમાં હાર એટલે કે આઈસીસી મહિલા વિશ્વ કપમાંથી બહાર થવું પડશે.
આંકડાકીય માહિતીમાં ચૌથા નંબરે ભારતીય ટીમને સેમી ફાઈનલમાં પહોચવા માટે કોઈ પણ હાલતમાં આ મેચ જીતવી પડશે. સતત ચાર મેચ જીતીને શરૂઆત કરનારી ભારતીય ટીમને બુધવારે બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટથી હરાયું હતું. પૂનમ રાઉતની સદી અને કપ્તાન મિથાલી રજના રિકોર્ડતોડ 69 રણ પણ તેમને હારથી બચાવી શક્ય નહિ.
યજમાન ટીમ ઇંગ્લેન્ડ સાઉથ આફ્રિકા અને ગત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પહેલેથી જ સેમી ફાઈનલમાં પહોચી ચુક્યા છે. છેલ્લી લીગ મેચમાં આ ટીમો સેમી ફાઈનલમાં જગ્યા બનાવવા રમશે. એટલે જ આ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ માટે કરો યા મરોની પરિસ્થીતી છે.
ભારતે છેલ્લી મેચમાં બહુ ધીમી બેટીંગ કરી હતી. સ્મૃતિ મંધાનાના જલ્દી આઉટ થઈ ગયા પછી મિથાલી અને રાઉતની ધીમી શરૂઆતના કારણે ઓસ્ટ્રેલિયાના સ્પિન બોલરોને દબાવ બનાવાની જગ્યા મળી ગઈ હતી.
વનડે ક્રિકેટમાં 6000 રન બનાવનાર પ્રથમ મહિલા બનનારી મીથાલીએ પહેલા 20 રન બનાવા 54 બોલ લીધા હતા. તેને 114 બોલ રમી 64 રન બનાવ્યા હતા.
પહેલા બે મેચમાં સારા પ્રદર્શન બાદ મંધાનાનું બેટ શાંત પડી ગયુ હતું અને તેને આજે રોમાંચક પારી રમવી પડશે. તેના સિવાય રાઉત મિથાલી અને હરમનપ્રીત કૌરથી પણ સારી પારીની અપેક્ષાઓ છે.
બોલિંગમાં ઝૂલન ગોસ્વામીએ પણ હજૂ સુધી તેના નામ પ્રમાણનું પ્રદર્શન આપ્યું નથી. સ્પિનર દીપ્તિ બીષ્ટ હરમનપ્રીત અને પૂનમને પણ જવાબદારી સંભાળવી પડશે. ભારતની ફિલ્ડીંગ પણ નબળી પડી ગઈ છે. પહેલા ત્રણ મેચોમાં ભારતે 8 કૈચ છોડ્યા છે. સાઉથ આફ્રિકાની સામે મેચમાં 10 રણ વધારાના આપ્યા હતા જોકે ઓસ્ટ્રેલિયાની સામે બેસિક ભૂલો કરી હતી.
ભારતની જેમ ન્યુઝીલેન્ડ માટે પણ આ મેચ જીતવું બહુ જરૂરી છે અત્યાર હાલ તે 7 અંક સાથે 5માં નંબર પર છે. તેમને છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડે 75 રનથી હરાયા હતા. આ મેચમાં હારવાથી તેમને પણ ટુર્નામેન્ટમાંથી વાપસીની ટિકીટ કપાવી પડશે.