Worlds highest located lord Shiva temple covered with snow video
નમો નમો શંકરા /
બરફની વચ્ચે દુનિયાનું સૌથી ઊંચાઈ પર આવેલું શિવ મંદિર, દ્રશ્ય જોઈને વિદેશી રાજદૂત પણ ઓળઘોળ
Team VTV04:55 PM, 05 Oct 22
| Updated: 05:27 PM, 05 Oct 22
નોર્વેના રાજનાયકે શિવમંદિરનો વીડિયો પૉસિટ કરતાં કેપ્શનમાં લખ્યું કે , Incredible India. દુનિયાનું સૌથી ઊંચું શિવમંદિર છે. ઉત્તરાખંડ સ્થિત આ મંદિર આશરે 500 વર્ષ જૂનું મનાય છે. વીડિયો શેર કરતાં રાજનાયકે ભારતની સુંદરતા અને વિવિધતાનાં દર્શન કરાવ્યાં છે. આ વીડિયોને 7 લાખથી વધૂ વ્યૂઝ મળી ચૂક્યાં છે.
નોર્વેના વ્યક્તિએ ભારતનો વીડિયો કર્યો પૉસ્ટ
કેપ્શનમાં લખ્યું , Incredible India
વીડિયોને મળ્યાં 7 લાખથી વધૂ વ્યૂઝ
સોશિયલ મીડિયા પર ભગવાન શિવનું એક મંદિર દરેક વ્યકિતનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ મંદિર ઘણાં વર્ષો જૂનું છે. આ મંદિરનો વીડિયો નોર્વેનાં રાજનાયકે શેર કર્યો હતો. વીડિયો શેર કરતાં રાજનાયક એરિક સોલહમે ભારતની વિવિધતા અને સુંદરતાં વિષે વાત કરી છે.
એરિક સોલહમની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર વારંવાર સુંદર જગ્યાઓના વીડિયો પૉસ્ટ કરતાં રહે છે. હાલમાં જ તેમણે હિમાલયના ખોળામાં બેઠાં ભોલેનાથનાં એક મંદિરનો વીડિયો શેર કર્યો છે. તેમના આ વીડિયોને 7 લાખથી વધુ વ્યૂઝ મળ્યાં છે જ્યારે 50 હજારથી પણ વધુ લોકોએ આ વીડિયોને લાઇક કર્યો છે. વીડિયો 360 ડિગ્રી એરિયલ વ્યૂહ છે.
Incredible India 🇮🇳!
World's Highest Located Mahadev Mandir.., believed to be 5000 years old !
Uttarakhand
વીડિયો પૉસ્ટ કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું કે, Incredible India, દુનિયાનો સૌથી ઊંચી જગ્યા પર સ્થિત મહાદેવ મંદિર. ઉત્તરાખંડમાં સ્થિત આ મંદિર 5000 વર્ષ જૂનું માનવામાં આવે છે. વીડિયોમાં પહાડોની વચ્ચે સ્થિત શિવ મંદિર સંપૂર્ણત: બરફની ચાદર ઓઠેલ જોવા મળે છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'કેદારનાથ' ફિલ્મનું લોકપ્રિય ગીત 'નમો નમોજી શંકરા...' પણ સંભળાઇ રહ્યું છે. લોકો આ વીડિયોમાં ખૂબ સારો પ્રતિભાવ આપી રહ્યાં છે.
લોકોએ રજૂ કર્યાં પોતાના પ્રતિભાવો
આ વીડિયો પર યૂઝર્સે વિવિધ પ્રકારના પ્રતિભાવો આપ્યાં છે. કોઇકે તેને કેદારનાથનું મંદિર કહ્યું છે તો કેટલાકે તુંગનાથ મહાદેવનું મંદિર કહ્યું છે. એક યૂઝરે લખ્યું કે, તુંગદાન મંદિર જ હશે, પંચ કેદારમાં ચતુર્થ કેદાર. તુંગનાથ તેમાં સૌથી ઊંચાઇ પર સ્થિત છે. મંદિર સુધી જાવાનો રસ્તો અતિ સુંદર છે. થોડે ઉપર ચંદ્રશિલા છે જ્યાંથી હિમાલયની ટોંચમાળાનું 270 ડિગ્રી સુંદર દ્શ્ય દેખાય છે.
બીજા એક યૂઝરે કહ્યું તે મંદિરની વાસ્તુકલા ઉત્કૃષ્ટ છે. મંદિર હિમસ્ખલન અને ભૂકંપથી બચેલું છે. વધુ એક યૂઝરે લખ્યું કે મંદિર 8મીં શતાબ્દીની આસપાસ શંકરાચાર્યના સમયમાં બનાવવામાં આવ્યું હતું.
જો સરકારી વેબસાઇટ જોઇએ તો ઉત્તરાખંડનાં રૂદ્રપ્રયાગ જિલ્લામાં 3,680 મીટરની ઊંચાઇ પર સ્થિત તુંગનાથ દુનિયાનું સૌથી ઊંચું શિવમંદિર છે અને માનવામાં આવે છે કે આ મંદિર આશરે 500થી -1000 વર્ષ જૂનું છે.