વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિંધુ સતત બીજી વખત ફાઇનલ હારી, મળ્યો સિલ્વર મેડલ

By : juhiparikh 04:47 PM, 05 August 2018 | Updated : 04:47 PM, 05 August 2018
ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્પેનની કૈરોલિના મારિનની સામે  21-19 21-10 હાર મળી. આ હારની સાથે જ સિંધુ ફરી એક વખત વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચવાથી ચૂકી ગઇ.

કૈરોલિન મારિને વર્લ્ડ નંબર 3 સિંધુને માત આપીને તીજી વખત વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ગોલ્ડ જીત્યો. મારિન અને સિંધુ વચ્ચે અત્યાર સુધી 13 મેચ રમાઈ છે, જેમાં 7માં મારિન અને 6માં સિંધુ જીતી છે. આ વર્ષે મારિન વિરુદ્ધ સિંધુની આ પહેલી હાર છે. જૂન 2018માં મલેશિયા ઓપનમાં સિંધુએ મારિનને 22-20, 21-19થી હરાવી હતી. રિયો ઓલિમ્પિકના ફાઇનલમાં પણ સિંધુએ મારિનને જ હરાવી હતી.

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 4 મેડલ જીતનારી પહેલી ભારતીય બની સિંધુ

 સિંધુ 4 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પહેલી ભારતીય શટલર છે. તેણે 2017 વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર, 2013માં ગ્વાંગઝુ અને 2014માં કોપનહેગન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બની મારિન

 કૈરોલિના મારિન ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બની. તે ત્રણ વાર આ ખિતાબ હાંસલ કરાનારી પહેલી મહિલા શટલર બની ગઇ છે. મારિન 2014 અને 2015માં પણ વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે. જ્યારે સિંધુ બીજા વર્ષે આ ચેમ્પિયનશિપમાં ફાઇનલ હારી છે. 2017માં તેને જાપાનની નોજોમી ઓકુહારાએ હરાવી હતી. આ વર્ષે જાપાનની યામાગુચી અને મારિન ચીનની જ બિંગજિઆઓને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી.Recent Story

Popular Story