ઘણી વખત મહિલાઓને પોતાના યુરિનથી દુર્ગંધ આવે છે. એવામાં મહિલાઓને તેની પાછળનું કારણ ખબર હોવું ખૂબ જ જરૂરી ચે. જાણો યુરિનમાંથી દુર્ગંધ આવવાનું કારણ....
યુરિનમાંથી આવે છે દુર્ગંધ?
મહિલાઓએ ન કરવું ઈગ્નોર
જાણો ગંભીર સમસ્યા વિશે
મોટાભાગની મહિલાઓ ઓફિસ અને ઘરને બેલેન્સ કરવાના ચક્કરમાં પોતાના પર ધ્યાન આપવાનું ભુલી જાય છે. એવામાં મહિલાઓની બીજી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓમાંથી એક છે યુરિનમાંથી દુર્ગંધ આવવી. જો તમને પણ આવી સમસ્યા છે તો તેને જરા પણ નજર અંદાજ ન કરો.
મહિલાઓને યુરિનમાંથી દુર્ગંધ આવવાની સમસ્યાના કારણો
UTI
જ્યારે મહિલાઓને UTI એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઈનફેક્શનની સમસ્યા થાય છે તો તેના કારણે પણ મહિલાઓના પેશાબમાંથી અમીનો એસિડ જેવી દુર્ગંધ આવે છે. જણાવી ગઈએ કે દુર્ગંધ આવવાની સાથે સાથે મહિલાઓને પેશાબમાં બળતરા અને દુખાવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.
એવામાં યુટીઆઈ થવા પર મહિલાઓએ તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ સમસ્યા કિડનીને પણ નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે.
યીસ્ટ ઈન્ફેક્શન
જ્યારે મહિલાઓને યીસ્ટ ઈન્ફેક્શન થાય છે ત્યારે પણ તેમની યોનિ એટલે કે યુરિનમાંથુ દુર્ગંધ આવવાની સમસ્યા થઈ શકે છે. જણાવી દઈએ કે આપણી ત્વચા પર કેન્ડિડા નામની એક ફંગસ હોય છે જે મહિલાઓની યોનિમાં પણ હાજર હોય છે.
જ્યારે આ ફંગસની માત્રા વધવા લાગે છે તો તેના કારણે મહિલાઓને આ ઈન્ફેક્શનનો સામનો કરવો પડે છે. જ્યારે મહિલાઓને આ સમસ્યા થાય છે તો પેશાબમાં દુર્ગંધ આવવાની સાથે સાથે સોજો અને વ્હાઈટ ડિસ્ચાર્જ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં મહિલાઓને તરત ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.