women protest against opening of wine shop in tigri area
VIDEO /
દિલ્હીમાં દારૂને લઈને મહિલાઓમાં ભયંકર બબાલ, કેજરીવાલ સરકાર પર ઉઠ્યા ગંભીર સવાલ, જાણો કેમ
Team VTV12:41 PM, 25 Jun 22
| Updated: 12:43 PM, 25 Jun 22
દક્ષિણ દિલ્હીના ટિગરી વિસ્તારમાં મહિલાઓએ દારૂની દુકાન ખોલવાનો વિરોધ કર્યો હતો. દારૂની દુકાનના માલિકે અમુક મહિલા કર્મચારીઓની તૈનાતી કરી હતી. વિરોધ કરી રહેલી મહિલાઓની સ્ટાફ કર્મચારીઓ સાથે ડખ્ખો થયો હતો.
દિલ્હીમાં દારૂની દુકાનો ખોલવાનો વિરોધ
મહિલાઓ બની રણચંડી
દુકાન માલિક સાથે કર્યો ડખ્ખો
દક્ષિણ દિલ્હીના ટિગરી વિસ્તારમાં મહિલાઓએ દારૂની દુકાન ખોલવાનો વિરોધ કર્યો હતો. દારૂની દુકાનના માલિકે અમુક મહિલા કર્મચારીઓની તૈનાતી કરી હતી. વિરોધ કરી રહેલી મહિલાઓની સ્ટાફ કર્મચારીઓ સાથે ડખ્ખો થયો હતો. ઝઘડો હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન સમગ્ર વિસ્તારમાં પોલીસકર્મીઓએ બંને પક્ષને શાંત કરવા પહોંચી, પણ તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. હેડ કોન્સ્ટેબલની સાથે મારપીટ કરવામાં આવી અને તેમની વર્દી પણ ફાડી નાખી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, તેમણે 23 જૂનની રાતે આઠ વાગ્યે એક પીસીઆર કોલ આવ્યો હતો. જેમાં કહેવાયુ હતું કે, ટિગરીમાં દારૂની દુકાન પર ઝઘડો થઈ રહ્યો છે. પોલીસકર્મી પહેલાથી ઘટનાસ્થળે હાજર હતા, તેમણે જાણવા મળ્યું છે કે, દારૂની દુકાન ખોલવાનો વિરોધમા અમુક મહિલા પ્રદર્શનકારીઓને દુકાન બહાર પ્રદર્શન કરી રહી છે. દારૂની દુકાનના માલિકે અમુક મહિલા કર્મચારીઓને તૈનાત કરી હતી.
तस्वीरें हैरान करने वाली है।शराब के ठेके का विरोध कर रही महिलाओ ओर शराब के ठेके पर तैनात महिला बाउंसरो के बीच जमकर मारपिटाई हुई। सवाल ये की काले कपड़ो में शराब की दुकानों पर इतने बाउंसरो की तैनाती आख़िर क्यो। #Delhipic.twitter.com/Ut0HSpkZ7d
વિરોધ દરમિયાન દુકાન પર તૈનાત મહિલા કર્મચારીઓ અને પ્રદર્શન કરી રહેલી મહિલાઓની વચ્ચે આકરી બોલાચાલી થઈ હતી. પોલીસે તેમને શાંત કરવાની કોશિશ કરી પણ બંને પક્ષ આક્રમક થઈ ગયા અને ઘટનાસ્થળ પર હાજર કર્મચારીઓ સાથે મારપીટ પર ઉતરી આવ્યા હતા. હેડ કોન્સ્ટેબલ રંજીત જે બીટ ઓફિસર પણ છે. તેમની સાથે પણ ખરાબ વ્યવહાર કરવામા આવ્યો અને ભીડમાં રહેલા લોકોએ તેમની વર્દી પણ ફાડી નાખી.
આ વિસ્તારમાં સ્થિતિને કાબૂમાં કરવા માટે અને ઘાયલ કર્મચારીઓને એમ્સના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરાવ્યા છે. આ સંબંધમાં અપરાધીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 10 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. કોઈ પણ અઘટિત ઘટનાને કંટ્રોલ કરવા માટે ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામા આવી છે.