એક મહિલાએ દાવો કર્યો છે કે, તે લગભગ એક વર્ષથી એલિયનને ડેટ કરી રહી છે. મહિલાએ જણાવ્યું હતું કે, મારી સેક્સ લાઈફ એટલી સારી છે કે બાકીના લોકોએ પણ તેને અપનાવવી જોઈએ.
એક મહિલાએ કર્યો વિચિત્ર દાવો
એક વર્ષથી એલિયંસ સાથે જીવી રહી છે લવ લાઈફ
એલિયંસ સાથે લગ્ન કરવાનો વિચાર
એક મહિલાએ દાવો કર્યો છે કે, તે લગભગ એક વર્ષથી એલિયનને ડેટ કરી રહી છે. મહિલાએ જણાવ્યું હતું કે, મારી સેક્સ લાઈફ એટલી સારી છે કે બાકીના લોકોએ પણ તેને અપનાવવી જોઈએ, જો તેઓ પુરુષોથી કંટાળી ગયા હોય તો. ઈમાનુએલા રોઝે દાવો કર્યો છે કે, પૂર્વ લંડનમાં એક યુએફઓએ તેનું અપહરણ કર્યું હતું અને જે બાદ તેની મુલાકાત એલિયન બોયફ્રેન્ડ સાથે થઈ. હાલમાં જ તે કેટલાય ઈંટરવ્યૂમાં નજરે પડી હતી. જેમાં તેના હાથમાં એલિયન જેવું એક પૂતળુ પણ દેખાતું હતું.
એલિયંસને લઈને કર્યા મોટા ખુલાસા
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ઈમાનુએલાએ કહ્યું કે, તે આ એલિયનનો ચહેરો નહીં બતાવે કારણ કે તેને ડર છે કે, એરિયા 51 મોકલી દેવામાં આવશે. એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાની લવ લાઈફનો ખુલાસો કર્યો હતો અને દાવો કર્યો હતો કે, તે બીજી દુનિયા સાથએ જોડાયેલી છે. તેમણે કહ્યું કે, અમે ડેટ પર જઈએ છીએ. મારા બોયફ્રેન્ડને ડેટ્સ વિશે કંઈ નથી ખબર એટલા માટે તે મોટા ભાગે કન્ફ્યુઝ રહેતી હોય છે. હું એંડ્રોમેડા આકાશગંગામાં તેના ગ્રહ સુધી નથી જઈ શકતી, પણ અમે મૂવી અને બાકીની જગ્યાઓએ ફરવા જઈએ છીએ. જો કે, આ દરમિયાન તે કંઈક અલગ રૂપમાં હોય છે એટલા માટે લોકો તેને ઓળખી શકતા નથી.
એલિયનને ડેટ કરવાની આપી સલાહ
જ્યારે તેને પૂછવામા આવ્યું કે, શું તે પોતાના એલિયન પાર્ટનર સાથે શારીરિક સંબંધ બનાવ્યા છે, તો ઈમાનુએલા રોઝે કહ્યું કે, તેમનો સંબંધ માણસોની સરખામણીએ કેટલાય ગણો વધારે મહત્વનો છે. તેણે કહ્યુ કે, એલિયંસ સાથે હોવ ત્યારે આપ માણસ જાતને ભૂલી જાવ છે, જો આપ પુરુષોને ડેટ કરીને કંટાળી ગયા હોવ તો, આપને એલિયંસ સાથે રોમાંસ કરવાની સલાહ આપું છું. તેણે કહ્યું કે, એલિયંસ પ્રકાશ અને શુદ્ધ ઉર્જામાં રહે છે, એટલા માટે આપણે તેની સાથે બરાબરી કરી શકતા નથી, નહીં તો આપણુ મોત થઈ જાય. પણ માણસોની સરખામણીમાં તે લાખો ગણુ વધારે સારુ છે.
એલિંયસ સાથે લગ્ન કરવાનો છે પ્લાન
ઈમાનુએલાએ દાવો કર્યો છે કે, તે એલિયંસ સાથેની લવ લાઈફથી એટલી ખુશ છે કે, હવે પછી તેની સાથે લગ્ન કરવાનો પ્લાન બનાવી રહી છે. પોતાના એલિયન પાર્ટનરને લઈને કહ્યું છે કે, તે ઘરતીના નિયમ શિખી રહી છે. તેણે મને પ્રપોઝ કરવાની કોશિશ કરી પણ હું થોડી ટ્રેડિશનલ છું, એટલા માટે મારે એક રિંગ જોઈતી હતી, પણ તેને નહોતી ખબર કે તે શું હોય છે, હું કહું છે કે, મારે એક મોટી પથ્થરની શિલા જોઈએ છે, તો સમુદ્રમાંથી નાના નાના પથ્થર લાવી આપે છે, તેને હજૂ કશું નથી ખબર.