એક મહિલાએ ઓનલાઈન જુનો સોફો બુક કર્યો ઘરે ડીલીવરી આવ્યા બાદ તેની સાફ સફાઈ કરતા નીકળ્યા લાખો રૂપિયા મહિલાએ આ રૂપિયાનું કર્યું આવું કામ
ઓનલાઈન સોફા સાથે જેકપોટ
સેકન્ડહેન્ડ સોફામાંથી મળ્યા લાખો રૂપિયા
મૃત વ્યક્તિએ છુપાવ્યા હતા પૈસા
ઓનલાઈન સોફા મંગાવ્યા
આજકાલ ઓનલાઇન શોપિંગ ખૂબ જ સારો વિકલ્પ બની ગયો છે. કપડાંથી લઈને ગેજેટ્સ અને ફર્નિચર લોકો ઘરે બેસીને ડિલિવરીની મજા માણતા હોય છે. આવી સ્થિતિમાં, એક મહિલાએ સેકન્ડ હેન્ડ સોફા ઓનલાઇન મંગાવ્યો હતો અને ડિલિવરીમાં, તે મહિલાનો હાથ જેકપોટ લાગ્યો હતો .
પૈસાથી ભરેલી સોફાની ગાદી
હકીકતમાં જયારે ડિલિવરી બાદ જ્યારે સોફાની સફાઈ કરવામાં આવી ત્યારે એક ચોંકાવનારો નજારો જોવા મળ્યો હતો. સોફાની એક ગાદીમાંથી તેને લગભગ 28 લાખ રૂપિયા મળ્યા. મહિલા માટે આ સેકન્ડ હેન્ડ સોફા એક જેકપોટ સાબિત થયો.
મહિલાએ ઓનલાઈન શોપિંગ કર્યું હતું
આ કિસ્સો અમેરિકાના કેલિફોર્નિયાનો છે. વિકી ઉમોડુ નામની એક મહિલા તેના નવા ઘર માટે ઓનલાઇન ફર્નિચર શોધી રહી હતી. એક વેબસાઇટ પર તેમને બે સોફા અને એક મેચિંગ ખુરશી જોવા મળી. વેબસાઇટ પર તે ફ્રી ડીલીવરી ઉપલબ્ધ હતું.
જેકપોટ લાગ્યો
મહિલાએ જણાવ્યું કે ડિલિવરી બાદ જ્યારે સોફાની તપાસ કરવામાં આવી તો આ દરમિયાન ગાદીમાંથી કંઈક હતું. ઉમાદુએ કહ્યું, "મને લાગ્યું કે તે હીટ પેડ છે. પછી તેણે તકિયાની ચેન ખોલી અને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેમાં ઘણા બધા એન્વેલપ હતાં. જેમાં હજારો ડોલર રોકડા ભરવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે તેમાં લગભગ 28 લાખ રૂપિયા છે."
2 લાખ પરત આપ્યા
જેવા જ આ રૂપિયા ઉમોડુને મળ્યા તેણે તે જુના માલિકને પરત કર્યા હતા પરંતુ ફર્નિચર આપનાર પરિવારને ખબર નથી કે તેમના કોઈ મૃત વ્યક્તિએ આટલી મોટી રકમ સોફામાં શું કામ છુપાવી હતી. પૈસા પરત મળ્યા બાદ પરિવારે ઉમોડોનો આભાર માનવા માટે લગભગ 2 લાખ રૂપિયા પરત આપ્યા હતા.