wife hires woman for husband gave 32 thousand rs salary physical relation
જાહેરાત /
પતિ માટે 3 ગર્લફ્રેન્ડ જોઈએ છે, પત્નીએ આપી જાહેરાત, મહિને 32 હજાર પગાર
Team VTV01:09 PM, 04 Aug 22
| Updated: 01:10 PM, 04 Aug 22
એક પત્ની તેના પતિની ખુશી માટે રિલેશનમાં બીજી મહિલાને લઇને આવી ગઇ છે. આની પહેલા પત્નીએ સોશિયલ મીડિયામાં જાહેરાત આપીને કહ્યું હતુ કે તે પતિ માટે ત્રણ ગર્લફ્રેન્ડ શોધી રહી છે.
પત્ની તેના પતિ માટે શોધી રહી છે ત્રણ ગર્લફ્રેન્ડ
પતિને ખુશ રાખી શકે તેવી મહિલાઓની છે માંગ
ગર્લફ્રેન્ડ બનતા પહેલા મહિલાઓએ HIV ટેસ્ટ કરાવવો પડશે
પત્ની તેના પતિ માટે ત્રણ ગર્લફ્રેન્ડ શોધી રહી છે
મહિલાએ જણાવ્યું હતુ કે તે ગર્લફ્રેન્ડને દર મહિને 32 હજાર રૂપિયા આપશે. પત્નીએ કહ્યું કે ગર્લફ્રેન્ડ બનતા પહેલા મહિલાઓએ HIV ટેસ્ટ કરાવવો પડશે. પતિ-પત્નીના રિલેશનમાં ત્રીજા શખ્સની એન્ટ્રી થતાં સંબંધમાં તિરાડ આવે છે. પરંતુ એક પત્ની જાતે પોતાના પતિની ખુશી માટે રિલેશનમાં બીજી મહિલાને લઇને આવી છે. સોશિયલ મીડિયામાં આ પત્નીની કહાની ચર્ચામાં છે. તેણે જાહેરાત આપીને પતિ માટે ત્રણ ગર્લફ્રેન્ડ શોધવાની જાહેરાત કરી હતી. જો કે, તેણે એક ગર્લફ્રેન્ડની ભરતી કરી દીધી છે અને હજી બે પોસ્ટ ખાલી છે.
ગર્લફ્રેન્ડ્સને 32 હજાર રૂપિયા દર મહિનાનો પગાર મળશે
44 વર્ષની પત્થીમાએ જાહેરાત આપી જાહેર કર્યુ હતુ કે તેમને એવી મહિલાઓની તલાશ છે, જે તેના પતિને ખુશ રાખી શકે અને તેના કામમાં મદદ પણ કરી શકે. જેના બદલે ગર્લફ્રેન્ડ્સને 32 હજાર રૂપિયા દર મહિનાનો પગાર મળશે. થાઈગરના રિપોર્ટ મુજબ, પત્થીમાએ આ અંગે ટીકટૉક પર વીડિયો જાહેર કરી બતાવ્યો છે. આની પહેલા પોતાના વીડિયોમાં પત્થીમાએ કહ્યું હતુ કે તેમને ત્રણ મહિલાઓની તલાશ છે, જે તેના પતિ, બાળકો અને ઘરની સારસંંભાળ રાખી શકે.
મહિલાઓના HIV ટેસ્ટ જરૂર થશે
પત્થીમાએ કહ્યું હતુ કે અરજી કરતી મહિલાઓના HIV ટેસ્ટ જરૂર થશે. તેની ઉંમર 30-35 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેની પાસે હાઈસ્કૂલ અને સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. મહિલાઓનુ રહેવુ અને ખાવાનુ પણ ફ્રી થશે. પત્થીમાનો આ ગજબ જોબ ઑફર કરનારો વીડિયો થાઈ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.