બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Who gave information to student leader Yuvraj Singh Jadeja? Fake PSI Mayur Tadvi brought in big revelation by Police Academy

તપાસ / વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને માહિતી કોણે આપી? નકલી PSI મયુર તડવીને લઈ કરાઇ પોલીસ એકેડમી દ્વારા મોટો ખુલાસો

Vishal Khamar

Last Updated: 08:53 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરાઈ પોલીસે એકેડમીમાં નકલી PSI મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મયુર તડવીએ ઓળખીતાના કોલલેટરમાં છેડછાડ કરીને કરાઈમાં પ્રવેશ મેળવ્યો હતો.

  • કરાઇ પોલીસ એકેડમીમાં નકલી PSIનો મામલો 
  • નકલી PSI મયુર તડવીએ કરાઇમાં ટ્રેનિંગ લીધી 
  • મયુર તડવીએ બીજી ઉમેદવારના કોલલેટરમાં ચેડચાડ કરી હતી

કરાઈ પોલીસે એકેડમીમાં નકલી PSI મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે નકલી PSI  મયુર તડવીએ કરાઈમાં ટ્રેનિંગ લીધી છે.  મયુર તડવીએ બીજી ઉમેદવારના કોલલેટરમાં છેડછાડ કરી હતી. ઓળખીતાના કોલલેટરમાં છેડછાડ કરીને મયુરે કરાઈમાં પ્રવેશ મેળવ્યો હતો.  ત્યારે આ બાબતે કરાઈ એકેડમીએ વધુમાં જણાવ્યું હતું કે, મયુરના કોઈ ગેંગ સાથે સબંધ છે કે નહી તેની તપાસ થશે. તેમજ પગાર બિલ બનાવતી વખતે મયુરનો રોકેર્ડ સામે આવ્યો હતો. જેમાં મયુરના ભૂતકાળ અને ગેંગ સાથેના સબંધની પણ તપાસ થશે.  તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પાસે પહોંચેલી માહિતીની પણ તપાસ કરવામાં આવશે.  યુવરાજસિંહને માહિતી કોણે પહોંચાડી તેની પણ તપાસ થશે. ત્યારે યુવરાજસિંહે તપાસને નુકશાન પહોંચાડવાનો એકેડમીનો આરોપ છે. 
આ બાબતની ગંભીરતાથી નોંધ લેવામાં આવીઃએકેડમી
કરાઈ એકેડમી ખાતે હાલમાં પીએસઆઈની ટ્રેનિંગની ચાલી રહી છે. જેમાં કુલ 582 તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. ત્યારે આ તમામ લોકોનાં પગાર બિલ બનાવતી વખતે એક વાત ધ્યાન ઉપર આવેલ જેમાં મયુરભાઈ લાલજીભાઈ તડવી નામનો વ્યક્તિનું નામ ઉર્તીર્ણ થયેલ ઉમેદવારોના પત્રકમાં નથી.  ત્યારે એકેડમીનાં અધિકારીઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી નોંધ લઈ આ વ્યક્તિ પર વોચ રાખી હતી અને તે કોઈ ગેંગ સાથે સંકળાયેલો નથી. તે બાબતની ગુપ્તરાહે તપાસ હાથ ધરવામાં આવી છે.

યુવરાજસિંહે કર્યા હતા આક્ષેપ 
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા રૂપિયા 40 લાખ લઈને  PSIની તાલીમ શરૂ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. આ સાથે રિઝલ્ટમાં કોઈ ઉલ્લેખ ન હોય તેવા વ્યક્તિ હાલ ટ્રેનિંગ લઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. પોલીસ ભરતી મામલે ગૃહવિભાગ બે દિવસમાં મોટો ખુલાસો કરી શકે છે.

PSI-ASIના તાલીમાર્થીઓની તપાસ ચાલુ: સૂત્રો
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કરાઈ એકેડમી ખાતે PSI-ASIના તાલીમાર્થીઓની તપાસ ચાલી રહી છે. રૂપિયા 40 લાખ લઈ ભરતીમાં નિમણૂક થવાના દાવાની ગુપ્ત તપાસ કરવામાં આવી રહી છે. ગૃહ વિભાગ છેલ્લા 9 દિવસથી આ મામલે ગુપ્ત તપાસ કરી રહ્યું છે. એક શંકાસ્પદ વ્યક્તિ ખોટી રીતે તાલીમ લેતો હોવાની ગૃહ વિભાગને જાણ થઈ હતી. 
શું છે સમગ્ર મામલો?
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માર્ચ 2021માં PSIની 1382 જગ્યા માટે ભરતી થઇ હતી. તેમણે કહ્યું હતું કે, મયુરકુમાર તડવી નામના વ્યક્તિ હાલ કરાઇ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. જોકે, અમારી તપાસ દરમિયાન PSI અને ASI રિઝલ્ટમાં અને મુખ્ય પરીક્ષામાં પણ મયુરકુમાર તડવી કોઈ ઉલ્લેખ નથી. તો તેઓ કરાઇ ખાતે ટ્રેનિંગ કઈ રીતે લઈ રહ્યા છે?  

સંકળાયેલા મુદ્દાઓ

Bogus PSI Gandhinagar news Gujarat police Gujarati News Mayur Tadvi arrested allegations in police recruitment ગુજરાત પોલીસ બોગસ પીએસઆઈ મયુર તડવી gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ