What did Home Minister Shah say after the grand victory in Gujarat, aimed at Congress-AAP
કટાક્ષ /
ગુજરાતમાં ભવ્ય વિજય બાદ શું બોલ્યા ગૃહમંત્રી શાહ, કોંગ્રેસ-AAP પર સાધ્યું નિશાન
Team VTV05:35 PM, 08 Dec 22
| Updated: 05:37 PM, 08 Dec 22
ગુજરાતમાં ભાજપની જંગી જીત બાદ ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, ગુજરતની જનતાએ ખાલી વચનો આપનારાઓને ફગાવી દીધા છે.
અમિત શાહે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો
ગુજરાતે હંમેશા ઇતિહાસ રચવાનું કામ કર્યું છે - અમિત શાહ
ગુજરાતે પોકળ વચનો અને રેવડી રાજનીતિ કરનારાઓને ફગાવી દીધા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ જોવા મળ્યો છે. ભાજપને રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત મળી છે. 15મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાનો 20 વર્ષનો અને કોંગ્રેસનો 37 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. રાજ્યમાં ભાજપનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 127 બેઠકો હતું, જે તેને 2002ની ચૂંટણીમાં મળી હતી. ભાજપે માત્ર આ આંકડો જ પાર નથી પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીનો 1985માં 149 બેઠકોનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
ગુજરાતે હંમેશા ઇતિહાસ રચવાનું કામ કર્યું છે.
છેલ્લા બે દાયકામાં મોદીજીના નેતૃત્વમાં ભાજપાએ ગુજરાતમાં વિકાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને આજે ગુજરાતની જનતાએ ભાજપાને આશીર્વાદ આપી જીતના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.@narendramodi જીના વિકાસ મોડેલમાં જનતાની અતૂટ વિશ્વાસની જીત છે.
ખાલી વચનો આપનારાઓને ફગાવી દીધા
ગુજરાતમાં ભાજપની જંગી જીત બાદ ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે,ગુજરતની જનતાએ ખાલી વચનો આપનારાઓને ફગાવી દીધા છે. ગુજરાતમાં શાનદાર જીત પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે પીએમ મોદીનો જાદુ તેમના ગૃહ રાજ્યમાં પણ ચાલુ છે. હાલ ભાજપના કાર્યકર્તાઓ નાચ-ગાન કરીને ઉજવણી કરી રહ્યા છે.
ગુજરાતે પોકળ વચનો, રેવડી અને તુષ્ટીકરણની રાજનીતિ કરનારાઓને ફગાવીને વિકાસ અને જન કલ્યાણને ચરિતાર્થ કરવાવાળા @narendramodi જીની ભાજપાને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે.
આ પ્રયંડ જીતે બતાવ્યું છે કે દરેક વર્ગ પછી તે મહિલાઓ હોય, યુવાનો હોય કે ખેડૂતો હોય દિલથી ભાજપાની સાથે છે.
ગુજરાતે હંમેશા ઇતિહાસ રચવાનું કામ કર્યું છે
ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતીમાં ટ્વીટ કરતાં કહ્યું હતું કે, 'ગુજરાતે હંમેશા ઇતિહાસ રચવાનું કામ કર્યું છે.છેલ્લા બે દાયકામાં મોદીજીના નેતૃત્વમાં ભાજપાએ ગુજરાતમાં વિકાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને આજે ગુજરાતની જનતાએ ભાજપાને આશીર્વાદ આપી જીતના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગુજરાતે પોકળ વચનો, રેવડી અને તુષ્ટીકરણની રાજનીતિ કરનારાઓને ફગાવીને વિકાસ અને જન કલ્યાણને ચરિતાર્થ કરવાવાળા નરેન્દ્ર મોદીજીની ભાજપાને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે.આ પ્રયંડ જીતે બતાવ્યું છે કે દરેક વર્ગ પછી તે મહિલાઓ હોય, યુવાનો હોય કે ખેડૂતો હોય દિલથી ભાજપાની સાથે છે.'
ભૂપેન્દ્ર પટેલે તોડ્યો નરેન્દ્ર મોદીનો રેકોર્ડ
ગુજરાતના પરિણામ બાદ આજે ભૂપેન્દ્ર પટેલે અગાઉના નરેન્દ્ર મોદીના રેકૉર્ડ તોડી એક નવો રેકોર્ડ સર્જ્યો છે. મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2002માં 127 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી જે બાદ જેટલી ચૂંટણી થઈ તેમાં ભાજપની સીટો સતત ઘટી રહી હતી. આમ 127નો આંકડો પીએમ મોદીનો રેકૉર્ડ હતો અને હવેના ભાજપે આ આંકડો પણ પાર કરી લીધો છે. અગાઉ અનેક જાહેરસભામા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મારી ઈચ્છા એવી છે કે, આ વખતની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તૂટે અને સાથે સાથે નરેન્દ્રભાઈના રેકોર્ડ ભૂપેન્દ્ર ભાઈ તોડે. જોકે આ વાતને સાબિત કરતાં પરિણામો આજે આવ્યા છે.
જાણો શું છે નવો રેકોર્ડ ?
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2002માં 127 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી જે બાદ જેટલી ચૂંટણી થઈ તેમાં ભાજપની સીટો સતત ઘટી રહી હતી. આમ 127નો આંકડો પીએમ મોદીનો રેકૉર્ડ હતો. જે બાદમાં હવે આજે પરિણામ આવ્યા બાદ ભૂપેન્દ્રભાઈની ભાજપ સરકારે આ આંકડો પણ પર કરી 127થી વધુ એટલે કે 150થી વધુ સીટો ઉપર જીત કેસરીયો લહેરાવી દીધો છે.