ગુજરાતનું આ ફરસાણ ફટાફટ ઉતારે છે તમારું વજન!

By : juhiparikh 11:56 AM, 12 January 2018 | Updated : 11:56 AM, 12 January 2018
આમ તો વજન ઘટાડવા માટે તમે ઘણી રીતો અને અલગ-અલગ ડાયટ અપનાવી લીધું હશે. પરંતુ શું તમે જાણો છો તમામ ગુજરાતીનું મનપસંદ ફરસાણ જ વજન ઘટાડવામાં મદદ કરે છે, જી હા, ગુજરાત સિવાય દુનિયાભરમાં પ્રખ્યાત એવા ખમણ તમારું વજન ઘટાડવામાં મદદ કરશે. 

વધે છે મેટાબૉલિઝમ:
ખમણના નિયમિત સેનવથી બૉડીમાં મેટાબૉલિઝમ વધે છે અને શરીરની એકસ્ટ્રા ચરબીમાં ઘટાડો થાય છે. આ સિવાય ખમણ ખાવાથી પેટ સંબંધી કોઇ રોગ થતો નથી. જો તમે 1 અઠવાડિયા સુધી ખમણનો નાશ્તામાં સેવન કરશો તો તમારું વજન ઉતરી જશે. આ સિવાય ખમણ ખાવાથી શરીરમાં નવા સેલ્સ બને છે, કેમકે ખમણમાં ચણાના લોટમાં બને છે અને ચણાના લોટમાં ફાઇબર અને આયરન ભરપૂર માત્રામાં હોય છે. 

કેમ હેલ્ધી છે ખમણ:
ખમણનો નાશ્તો કરવો સૌથી ફાયદાકારક છે. સવારે હળવું અને હેલ્ધી ફૂડ ખાવું જોઇએ. જે માટે ખમણ સૌથી બેસ્ટ ઑપ્શન છે. ગુજરાતી ફરસાણ ખમણને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. ચણાની દાણમાંથી બનતો ચણાના લોટનો ઉપયોગ કરવાથી આ ફરસાણમાં ફાઇબર અને પ્રોટીનની માત્ર વધી જાય છે. ખમણમાં ઓછું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોય છે, જેના કારણે તે ડાયાબિટીઝના દર્દીઓ માટે સૌથી સારો નાસ્તો છે.

100 ગ્રામ ખમણમાં હોય છે માત્ર 160 કેલરી:
ખમણને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે, તેથી તેમા કેલરીનો પ્રમાણ ઘણું ઓછું હોય છે. તમને જણાવી દઇએ કે 100 ગ્રામ ખમણમાં માત્ર 160 કેલરી હોય છે. આ સિવાય ખમણને આથો લાવીને બનાવવામાં આવે છે, એટલે કે તેના લોટને પલાળી દેતા તેમાં આથો આવી જાય છે. આ આથા વાળા વ્યજંનોનું સેવન કરવાથી વજન ઘટે છે.Recent Story

Popular Story