weather forecast rain alert in gujarat next 24 hours
હવામાન વિભાગ /
ખેડૂતોની ચિંતામાં વધારો..! રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ, માવઠું થાય તો પાકમાં નુકસાનીની ભિતી
Team VTV08:33 AM, 28 Jan 20
| Updated: 09:43 AM, 28 Jan 20
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 27 અને 28 ફેબ્રુઆરીના રોજ કેટલાક ભાગમાં કમોસમી વરસાદને લઇને આગાહી કરવામાં આવી હતી. જેને લઇને રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
રાજ્યમાં વાતાવરણમાં જોવા મળ્યો પલટો
અરવલ્લીમાં અને બનાસકાંઠાના વાદળછાયું વાતાવરણ
ખેડૂતોની ચિંતામાં વધારો, માવઠું થાય તો પાકમાં નુકસાનીની ભિંતી
રાજ્યમાં ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાનું નામ લઇ રહી નથી. રાજ્યના વાતાવરણમાં 27 અને 28 જાન્યુઆરીના રોજ સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.
અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લાના શામળાજી, મોડાસા, ભિલોડા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.
જ્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણ બદલાયું છે. વાતાવરણમાં પલટો આવતા ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠું થાય તો ખેડૂતોના પાકને ભારે નુકસાન થઇ શકે છે.
દેવભૂમિ દ્વારકામાં શિયાળાની ઠંડીમાં કમોસમી વરસાદ
દ્વારકા અને જામ કલ્યાણપુરમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શિયાળાની ઠંડીમાં વરસાદ વરસ્યો છે, કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સમગ્ર જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ફરી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જો માવઠું થાય તો ઘઉં, જીરૂં, વળીયારીના પાક નુકસાન થવાની ભીંતી સેવાઇ રહી છે. જગતનો તાત ફરી મુશ્કેલીમાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે.