આ ટ્રિકની મદદથી કોઇપણ ફોનનું લોકેશન મિનિટોમાં પડી જશે ખબર

By : juhiparikh 03:52 PM, 06 December 2018 | Updated : 03:52 PM, 06 December 2018
આજે અમે તમને એક એવી ટ્રિક બતાવા જઇ રહ્યા છીએ જેની મદદતી તમે ફોન ટ્રેક કરી શકો છો. વાસ્તવમાં એક એપ જો તમારા કે કોઇ બીજાના ફોનમાં ઇન્સ્ટૉલ કરવામાં આવે તો તમારું અથવા તો બીજાના ફોનનું લોકેશન જાણી શકશો. ફોન ખોવવા પર અથવા તો ક્યાંય ભૂલી જવા પર એપની મદદથી ફોનને ટ્રેક કરી શકો છે. આ ફ્રી એપ જેનું નામ GPS tracker by Follow me છે. જેને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.

આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર 4.3  સ્ટાર આપવામાં આવ્યા છે. 1300થી વધારે લોકો એ પોતાના વ્યૂઝ શેર કર્યા છે, જેમાં લગભગ મોટાભાગના યૂઝર્સને સારા રેટિંગ્સ આપ્યા છે. આ એપ 2.2 અથવા તેની ઉપરના એન્ડ્રોઇડ વર્ઝન પર કામ કરે છે. અત્યાર સુધી 5 લાખ યૂઝર્સ ડાઉનલોડ કરી ચૂક્યા છે. 

કોઇપણ ફોનનું લોકેશન કરી શકશો ચેક:

GPS tracker by Follow me એપને આપણા અથવા અન્ય કોઇના ફોનમાં ઇન્સ્ટૉલ કરી દો તો ક્યાંયથી પણ પોતાના અથવા અન્ય ફોનનું લોકેશન ટ્રેક કરી શકાય છે. 

આ રીતે થશે યૂઝ:

-
ગૂગલ પ્લે સ્ટોર પર જઇ આ એપને ઇન્સ્ટૉલ કરી દો. બ્લૂ કલર, આઇકનાળી એપને જ ડાઉનલોડ કરો.

- એપને ઓપન કરવા પર એક એપ ખુલશે. તેમાં settings ઓપ્શનમાં જાઓ.  અહીં એકાઉન્ટ રજિસ્ટ્ર કરાવવાનું રહેશે. તેના માટે લિંક પર ક્લિક કરો. તેને ટેપ કરતા જ નવું પેજ ઓપન થઇ જશે.

- જેમા યૂઝરનુંનામ અને પાસવર્ડ નાખવાનો રહેશે. ત્યારબાદ ટ્રેક ઇન્ટરવલમાં જઇ 1 મિનિટને સિલેક્ટ કરો. પછી સેવ કરી દો.

- હવે તમારા ફોનના ટોપ પર GPSની સાઇન દેખાશે. હવે એપમાંથી બહાર આવીને GPS ટ્રેકર બાય બાય ફોલો મી નાખી ઓપન કરી દો. 

- ફરી એકવખત લોગઇન કરવાનું રહેશે. યૂઝરનું નામ અને પાસવર્ડ જે એપમાં એડ છે. હવે તમારી સામે એક પેજ ઓપન થશે. જેમા લાસ્ટ Continue To My Map લખેલુ હશે તેને ટેપ કરો. 

- હવે તમારી સામે એક નવું પેજ ઓપન થશે. જેના તમારા ફોનનું લોકેશન આવશે. અહીં તમને સેટેલાઇટનું ઓપ્શન પણ મળે છે. તેને સિલેક્ટ કરવાથી સેટેલાઇટ લોકેશન પણ જોઇ શકાય છે. Recent Story

Popular Story