બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Water will have to be sought from the Central Government for approval, for new and old borewells Rs.

નિર્ણય / પાણી માટે કેન્દ્ર સરકારની લેવી પડશે મંજૂરી, નવા અને જૂના બોરવેલ માટે રૂ.10000 આપીને લેવી પડશે NOC

Last Updated: 01:09 PM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગનો મહત્વનો નિર્ણય હવે બોર બનાવવા માટે સરકારની મંજૂરી લેવી પડશે, બોરવેલ માટે સરકારની NOC લેવા રૂ. 10 હજારનો ચાર્જ ભરવો પડશે,

  • કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગનો મહત્વનો નિર્ણય
  • હવે બોર બનાવવા માટે સરકારની લેવી પડશે મંજૂરી
  • બોરવેલ માટે રૂ.10 હજારનો ચાર્જ  ભરી લેવી પડેશે NOC 

કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગનો મહત્વનો નિર્ણય

હવે ઘરેલું અને કોમર્શિયલ વપરાશ માટેના બોરવેલ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડશે. કેન્દ્ર સરકરની જળ સંપતિ વિભાગે મહત્વનો નિર્ણય લેતાં જણાવ્યું છે કે હવે બોરવેલ માટે સરકાર પાસેથી મંજૂરી ફરજિયાત લેવી પડશે  જેના માટે નાગરિકોએ  રૂ.10 હજારનો ચાર્જ ભરી સરકાર પાસેથી  NOC લેવી પડશે. જેમાં  રહેણાંક એપાર્ટમેન્ટ, ગ્રૂપ હાઉસિંગ સોસાયટી, જળવિતર એજન્સી, ઔદ્યોગિક એકમો , સ્વિમિંગ પુલના સહિતના તમામ એકમોને આવરી લેવામાં આવ્યા છે. આમ હવે બોરવેલ માટે નાગરિકોને કેન્દ્ર સરકાર પાસે થી મંજૂરી અને NOC લેવી પડશે 

કેન્દ્ર સરકારની આ પોલિસી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લાગુ પડશે 

કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગે જાહેર કરાયેલા આ નિર્ણય શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લાગુ પડશે. આ સાથે જેમને પહેલાથી જ બોરવેલ છે તેમણે પણ મંજૂરી મેળવવી પડશે. આ સાથે બોરવેલ વગર પાણી ઉપયોગ કરતા લોકોને NOCની જરૂર નથી . 

સિંચાઈ માટે વપરાતા બોરવેલને NOCમાંથી મુક્તિ અપાઈ

સરકારે આ પોલિસી અંતર્ગત સિંચાઈ માટે વપરાતા બોરવેલને NOCમાંથી મુક્તિ આપવામાં આવી છે. આમ કેન્દ્ર સરકારની જળ સંપત્તિ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનું જલ્દીથી અમલવારી થાય તે માટે તમામ મુખ્ય સચિવને પત્ર લખવામાં આવશે.

30 સપ્ટેમ્બર સુધીમાં બોરવેલ ઉપયોગ માટે અરજી કરવાની રહેશે

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગે જાહેર કરાયેલા આ નિર્ણય અંતર્ગત નાગરિકોને બોરવેલ અંગેની અરજી 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે

સંકળાયેલા મુદ્દાઓ

Central Government Decision Department of Water Resources borewells કેન્દ્ર સરકાર જળ સંપત્તિ વિભાગ નિર્ણય બોરવેલ Central Government
ParthB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ