બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Water Problem In Banaskantha, Dantiwada, Mukteshwar and Sipu Dam Empty

જળસંકટ / ભર ઉનાળે ખેતરો ઉજ્જડ, 625 કરોડનાં ખર્ચે પણ બનાસકાંઠાનાં ડેમો જળવિહોણાં

vtvAdmin

Last Updated: 08:41 PM, 15 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત છે. પરંતુ ચાલુ વર્ષે નહિવત વરસાદ થતાં જિલ્લાની જીવાદોરી જેવા સિપુ, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમ ખાલી થઈ ગયાં છે. જેથી ખેડૂતો નહેર આધારિત ખેતી કરી શકતા નથી. ડેમની આસપાસનાં વિસ્તારોમાં પણ પાણીનાં તળ નીચે જતાં ખેતી થઈ શકે તેમ નથી. પરિણામે ખેડૂતોનાં ખેતરો પાણી વિના ઉજ્જડ બની ગયાં છે. સરકારે ડેમ ભરવાની યોજના હેઠળ રૂ.625 કરોડનાં ખર્ચે ચાંગા નર્મદા કેનાલમાં પાઇપલાઇન નાખી દાંતીવાડા અને સિપુ ડેમ ભરવાની યોજના બનાવી હતી.

ચોમાસામાં બબ્બે કાંઠે ગાંડી તૂર થતી નદીઓથી વિપરિત દ્રશ્યો ભર ઊનાળે જોવાં મળે છે. જે જળાશયોનાં કાંઠા ફાટફાટ થતા હોય છે તે જળાશયોમાં ઉનાળામાં ક્યાંક ખાબોચિયું  ભરેલું જોવાં મળે છે. આને જળસંગ્રહની ગેર વ્યવસ્થા કહેવી કે પછી માનવ ક્ષમતાનો અભાવ કહેવો તે જલ્દી સમજાતું નથી. આ જ કારણ છે કે, ગમે તેટલાં વરસાદ છતાં ભર ઉનાળે ડેમ, જળાશયો અને નહેરો નપાણિયા બની જાય છે.

બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત છે. પરંતુ ચાલુ વર્ષે નહિવત વરસાદ થતાં જિલ્લાની જીવાદોરી જેવા સિપુ, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમ ખાલી થઈ ગયાં છે. જેથી ખેડૂતો નહેર આધારિત ખેતી કરી શકતા નથી. ડેમની આસપાસનાં વિસ્તારોમાં પણ પાણીનાં તળ નીચે જતાં ખેતી થઈ શકે તેમ નથી. પરિણામે ખેડૂતોનાં ખેતરો પાણી વિના ઉજ્જડ બની ગયાં છે. સરકારે ડેમ ભરવાની યોજના હેઠળ રૂ.625 કરોડનાં ખર્ચે ચાંગા નર્મદા કેનાલમાં પાઇપલાઇન નાખી દાંતીવાડા અને સિપુ ડેમ ભરવાની યોજના બનાવી હતી. એ યોજના પૂર્ણ થયાંને 5 વર્ષ થયાં પરંતુ આજ દિન સુધી આ ડેમમાં ક્યારેય પાણી આવ્યું નથી. આ ડેમ ભરવામાં આવે તેવી માંગણી ખેડૂતોમાં પ્રબળ બની છે.
 
રાજ્ય સરકારે 2014માં સિપુ ડેમ ભરવા અને ગામડાઓમાં પાણી પહોંચાડવા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં હસ્તે આ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ યોજના હેઠળ 87 ગામો અને 36 પરા વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવાની યોજના બનાવી હતી. પરંતુ લોકાર્પણ બાદ ક્યારેય સિપુ ડેમમાં પાઈપલાઈન વાટે પાણી નાખવામાં આવ્યું નથી. હાલ એક તરફ ડેમ ખાલી રહેતાં પાણીનાં તળ સુકાઈ ગયાં છે જેથી પીવા અને ખેતી માટે પાણી રહ્યું નથી.

તો બીજી બાજુ અધિકારીઓ અને સરકાર પૂરતા પાણી હોવાનાં દાવાં કરી રહી છે. બનાસકાંઠામાં દુકાળનાં સમયે જો પાણી નાખી ડેમ ભરવામાં ન આવે તો રૂ. 625 કરોડનું ખર્ચ કરવા પાછળ હેતુ શો? એવો સવાલ જિલ્લા વાસીઓનાં મનમાં ઊઠી રહ્યો છે. પાઇપ- લાઇનમાં ગેરરીતિ થતાં હલકાં કામની પોલ ખૂલી ન જાય તે માટે સરકાર પાઈપલાઈન વાટે કેનાલમાં પાણી નાખવાનું ટાળી રહી છે કે કેમ? તે પણ એક ગંભીર સવાલ છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Dam Dantiwada Mukteshwar Sipu Water Problem gujarat water crisis water crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ