VTV TALKIES: અત્યારે તો ફિલ્મો કરતાં વધુ વેબસિરીઝનો ટ્રેન્ડ ચાલે છે પણ હિંદી લેંગ્વેજમાં વેબસીરિઝ બનવાનો ટ્રેન્ડ ક્યારથી શરૂ થયો? જુઓ
VTV TALKIES: Sacred Games, mirzapur, The Family Man, farzi, scam 1992, delhi crime, kota factory, asharam અત્યારે તો ફિલ્મો કરતાં વધુ વેબસિરીઝનો ટ્રેન્ડ ચાલે છે.
પણ હિંદી લેંગ્વેજમાં વેબસીરિઝ બનવાનો ટ્રેન્ડ ક્યારથી શરૂ થયો?
વર્ષ 2014માં the viral fever એટલે કે tvf એ Permanent Roommates નામની 5 episodની પહેલી હિંદી વેબસિરીઝ બનાવવામાં આવી હતી જેને youtube પર રિલીઝ કરવામાં આવી હતી. ત્યારબાદ youtube પર ઘણી વેબસિરીઝ બની પણ 2017 માં એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલ 'ઇનસાઇડ એજ' પહેલી વેબ સીરિઝ હતી. એ બાદ 2018માં નેટફલિકસ પર સૈફ અલી ખાનની Sacred Games અને એમેઝોન પ્રાઇમ પર mirzapur આવી અને બસ ત્યારથી જ ભારતમાં વેબ સીરિઝનો ક્રેઝ શરૂ થયો એવું માનવામાં આવે છે.
જો imdbના રેટિંગ્સ મુજબ વાત કરવામાં આવે તો Top 5 Indian Web Seriesમાં
TVF Pitchers 9.1ની રેટિંગ સાથે ટોપ પર
9 રેટિંગ સાથે બીજા નંબર પર Kota Factory
8.7ની રેટિંગ સાથે ત્રીજા નંબર પર The Family Man
8.6ની રેટિંગ સાથે ચોથા નંબર પર Special OPS
8.5ની રેટિંગ સાથે પાંચમા નંબર પર mirzapur અને Sacred Games છે.