VTVની જનમત એક્સપ્રેસ ખેડા જિલ્લામાં પહોંચી હતી. આ દરમિયાન લોકોના મત જાણ્યા હતા.
ચૂંટણીને લઇને ખેડાના લોકોનો કેવો છે મિજાજ?
શું 5 વર્ષમાં નેતાઓએ લોકોના કામ કર્યા છે?
ચૂંટણી મુદ્દે રસાકસી ભર્યું જંગ જનતાએ જણાવ્યું
ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે આજે VTVની જનમત એક્સપ્રેસ ખેડા જિલ્લાના મતદારોના મનની વાત જાણવા માટે પહોંચી હતી. જનતમ એક્સપ્રેસ ખેડા જિલ્લાના અનેક વિસ્તારોમાં પ્રવાસ કર્યો હતો આ દરમિયાન ક્યાંક લોકોમાં રોષ તો ક્યાંક ડર જોવા મળ્યો હતો. તો બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં લોકો વિકાસથી ખુશ પણ જોવા મળ્યા હતા. જો કે પરિવર્તન થશે કે પૂનરાવર્તન તે તો 8 ડિસેમ્બરે જ જાણી શકાશે. જુઓ, જનમત એક્સપ્રેસ
મુદ્દાઓની રાજનીતિથી જનતા કેટલી ખુશ
સૌથી પહેલા જનમત એક્સપ્રેસ ખેડા પહોંચી હતી. આ જિલ્લાની 6 બેઠકમાંથી બંને પક્ષ પાસે 3-3 બેઠક છે, 2022ના જંગ વિશે મતદારો દિલથી બોલ્યા હતા. જ્યાં જનતાએ વિકાસની વાતો પણ કરી હતી તો ક્યાંક કોંગ્રેસના ગઢ વિશે પણ જણાવ્યું હતું. તો ક્યાંક વિકાસના પથથી લોકો ખુશ જોવા મળ્યા હતા. અહી પણ ચૂંટણી મુદ્દે રસાકસી ભર્યું જંગ જનતાએ જણાવ્યું હતું