બેઠક બોલે છે /
કપરાડા બેઠક પર ભાજપ કોંગ્રેસ નહીં પણ આ જાતિનું છે રાજ, છેલ્લી 4 ટર્મથી કેમ જીતે છે જીતુ ચૌધરી!
Team VTV07:43 PM, 12 Oct 20
| Updated: 08:09 PM, 12 Oct 20
ભાજપે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધી છે. ત્યારે કપરાડા બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર જીતુ ચોધરીને જ ફરીથી ટિકિટ આપવામાં આવી છે આ અંગેનું કારણ શું છે આવો સમજીએ.
વલસાડ બેઠકનું જાતિવાદી ગણિત
આદિવાસી મતદારોએ હંમેશા કુકણા સમાજના જીતુ ચૌધરીને ખોબલે ખોલબે મત આપ્યા છે
ત્યારે આજે આપણે વલસાડની કપરાડા બેઠકનું જાતીવાદી ગણિત સમજીએ
રાજ્યમાં ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. તેવામાં દરેક રાજકીય પક્ષોએ પોત-પોતાના આંકલનો શરૂ કરી દીધા છે. ક્યાં વિસ્તારમાં કોને મેદાનમાં ઉતરાવો અને તે વિસ્તારની જનતા શું ઈચ્છી રહી છે. તેના સર્વે થઈ રહ્યા છે. જેમાં વલસાડ જિલ્લાની 181 બેઠક કપરાડા વિધાનસભાને લઈને પણ ચર્ચાઓ છે. કારણ કે, સંપૂર્ણ આદિવાસી બહુમતી ધરાવતી બેઠક છે અને વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. પરંતુ 4 વખતથી વિજેતા બનેલ જીતુ ચૌધરી એ અચાનક કોંગ્રેસથી છેડો ફાડતા ભાજપનું કમળ ધારણ કર્યું છે. ત્યારે શું છે કહે છે કપરાડા બેઠકનું રાજકીય ગણિત તે પણ જુઓ.
વલસાડ ગુજરાતનો સરહદી જિલ્લા જેની એક તરફ મહારાષ્ટ્ર તો બીજી તરફ દાદરા અને નગરહવેલી આવેલ છે. આ જિલ્લાનો રાજકીય ઈતિહાસ પણ ખુબ ખાસ છે. પરંતુ આજે આપણે જિલ્લાની 5 વિદ્યાસભા બેઠકો પૈકી કપરાડા વિદ્યાનસભા બેઠકના રાજકીય ગણિતને સમજવાનું છે. કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરીના રાજીનામા બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે.
આ બેઠક સંપૂર્ણ આદિવાસી બહુમતી ધરાવતી અનુસુચિત જન જાતિની બેઠક છે
આ બેઠક અંગે વાત કરીએ તો આ બેઠક સંપૂર્ણ આદિવાસી બહુમતી ધરાવતી અનુસુચિત જન જાતિની બેઠક છે. જંગલ અને ડુંગરોનું આધિપત્ય ધરાતા કપરાડા વિધાનસભા બેઠકમાં કપરાડાના કુલ 128 ગામ ,પારડીના 21 અને વાપીના 12 ગામોનો સમાવેશ થાય છે. એટલે કે કપરાડા તાલુકા ઉપરાંત પારડી અને વાપી તાલુકાના ગામોનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ 2 લાખ 44 હજાર 824 મતદારો છે. જેમાં પુરૂષ મતદારો 1 લાખ 24 હજાર 42 અને મહિલા મતદારો 1 લાખ 20 હજાર, 782 છે.
આ વિધાનસભા બેઠક પર જ્ઞાતિ ગણિતની વાત કરવામાં આવે તો. તાલુકામાં આદિવાસી સમાજની મુખ્ય ત્રણ પેટા જ્ઞાતિઓનું પ્રભુત્વ જોવા મળે છે. જેમાં સૌથી વધુ વારલી, ત્યારબાદ ધોડિયા પટેલ અને ત્રીજી જ્ઞાતિ તરીકે કુંકણાનો સમાવેશ થાય છે. તમદારોની દ્રષ્ટિેએ જોઈએ તો વારલી સમાજના 85 થી 90 હજાર મતદાર છે, ધોડિયા પટેલ સમાજના 60 થી 65 હજાર મતદાર છે, કુંણા સમાજના 50 થી 55 હજાર મતદાર છે જ્યારે કોળી પટેલના 10 થી 15 હજાર મતદાર છે. જોકે આ બેઠક પર જ્ઞાતિવાદની ખાસ અસર નથી જોવા મળતી. કારણ કે, આદિવાસી મતદારોએ હંમેસા કુકણા સમાજના જીતુ ચૌધરીને ખોબલે ખોલબે મત આપ્યા છે. જોકે જીતુ ચૌધરીએ છેવાડાના ગામડા સુધી પણ લોકોના સારા કામ કર્યાનું સ્થાનિકો જણાવે છે. તેઓ હંમેશ ગરીબોની સાથે ઉભા રહ્યા છે. જેના કારણે છેલ્લી 4 ટમથી તેમની દબદબો આ બેઠક પર રહ્યો છે.