બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Voluntary Lockdown In Telangana Village After Youth Tests Omicron Positive

મહામારી / સમજદારીભરી પહેલ : ઓમિક્રોનનો એક કેસ આવતા આ ગામે જાહેર કર્યું 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉન

Hiralal

Last Updated: 03:49 PM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ઓમિક્રોનના ખતરાની વચ્ચે તેલંગાણાના એક ગામે લીધેલો સમજદારીભર્યો નિર્ણય બીજા ગામડાઓ અને રાજ્યો માટે પણ દાખલારુપ બન્યો છે.

  • ભારતમાં ઓમિક્રોનનો ખતરો વધ્યો 
  • તેલંગાણાના એક ગામનો સમજદારી ભર્યો નિર્ણય 
  • એક ગામમાં લોકોએ પાળ્યું સ્વૈચ્છિક લોકડાઉન 
  • ઓમિક્રોનના કેસ વધતા ગ્રામપંચાયતનો નિર્ણય 

દેશમાં ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે. ત્યારે તેલંગાણામાં એક ગામે સ્વૈચ્છાએ લોકડાઉન પાળવાનો નિર્ણય કરીને દેશ માટે એક મોટું ઉદાહરણ પુરુ પાડ્યું છે. પોતાના ગામને ઓમિક્રોનથી બચાવવા તથા લોકોને તેનો ચેપ ન લાગે તે માટે ગુડેમ ગ્રામપંચાયત સ્વૈચ્છાએ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે અને ગામલોકોને તેને મોટાપાયે સમર્થન પણ મળ્યું છે. આ નિર્ણય સરકારી નથી પરંતુ પરંતુ ગ્રામ ગ્રામ પંચાયતે લીધેલો સમજદારીભર્યો નિર્ણય છે. 

વિદેશી ઓમિક્રોન પોઝિટીવ દર્દી ગામમાં આવતા લોકડાઉન લાગુ પડાયું 

રિપોર્ટ અનુસાર,અખાતી દેશમાંથી એક વ્યક્તિ ગુડેમ આવ્યો હતો. તે ઓમિક્રોન પોઝિટીવ હતો. આ વાતની જાણ થતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને સેમ્પલ કલેક્ટ કર્યાં હતા. આથી ગામલોકો ડરી ગયા હતા અને કોઈ ઉપાય વિચારતા હતા, ગ્રામ પંચાયતે પણ બેઠક બોલાવીને લોકડાઉન લાગુ પાડવાનો નિર્ણય કર્યો હતો ત્યાર બાદ ગામમાં 10 દિવસનું લોકડાઉન લાગુ પડાયું હતું. 

ગામલોકોએ 10 દિવસ ઘરમાં જ રહેવું પડશે  
10 દિવસનું લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું હોવાથી હવે ગામલોકોએ 10 દિવસ સુધી ઘરમાં જ રહેવું પડશે. લોકોને જીવન જરુરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવાની જોગવાઈ પણ ગ્રામપંચાયતે કરી છે જેથી કરીને લોકોને ક્યાંક બહાર ન જવું પડે અને લોકડાઉનનો કડકાઈથી અમલ થઈ શકે.

બીજા ગામડા માટે પણ અનુકરણ કરવા જેવો નિર્ણય

તેલંગાણાના ગામે લીધેલો આ નિર્ણય બીજા ગામડાઓએ પણ લેવા જેવો છે તો જ ઓમિક્રોન સંક્રમણને ચેઈન તૂટી શકે છે. તેલંગાણામાં ઓમિક્રોનના 14 કેસ નોંધાયા છે. દેશના ઓમિક્રોનના 287 કેસ નોંધાયા છે. ગઈકાલે કોરોનાના કેસોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો અને 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જાન્યુઆરીમાં કેસોમાં વધુ વધારો થઈ શકે છે અને ફેબ્રુઆરીમાં ત્રીજી લહેરનું જોખમ પણ જોવા મળી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Omicron Covid variant corona india corona lockdown ઓમિક્રોન કોવિડ વેરિયન્ટ કોરોના ઈન્ડીયા કોરોના લોકડાઉન corona lockdown
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ