બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Vodafone Ideas 5 cheapest pre paid plans with best benefits

ફાયદો / Vodafone Idea નો સૌથી સસ્તો પ્લાન લૉન્ચ, રોજ 1 GB ડેટા સાથે જુઓ શું મળશે

Shalin

Last Updated: 06:35 PM, 11 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણામાંથી ઘણા લોકો પાસે વોડાફોનનું સિમ કાર્ડ હશે. આવા ઘણા યુઝર્સને વોડાફોન આઈડિયા પર એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) ની બાકી રકમ અંગે પણ ચિંતા રહેતી હશે કે જો કંપની AGR નહીં ભરે તો કંપની બંધ થઈ જશે પરંતુ એમ થવાનું નથી. તેમની સેવાઓ ચાલુ રહેશે. જો કે બધી કંપનીઓએ તેમની પ્રી-પેડ યોજનાઓ મોંઘી કરી દીધી છે પરંતુ રિચાર્જ કર્યા વગર આપણી પાસે કોઈ છુટકો નથી. તો આજે વોડાફોન આઈડિયાની 5 શ્રેષ્ઠ અને સસ્તી યોજનાઓ વિશે જાણીએ જેમાં અમર્યાદિત કોલિંગ સાથે ડેટા પણ મળશે.

199 રૂપિયા

વોડાફોન આઈડિયાની 199 રૂપિયાની યોજના છે જે 24 દિવસની વેલીડીટી આપે છે. આ યોજના હેઠળ તમને દરરોજ 1 GB ડેટા મળશે. આ સિવાય બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત Zee 5 એપ્લિકેશનનું સબ્સ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ થશે.

219 રૂપિયા

વોડાફોન આઈડિયાની 219 રૂપિયાની યોજના છે જે 28 દિવસની વેલીડીટી આપે છે. આ યોજના હેઠળ તમને દરરોજ 1 GB ડેટા મળશે. આ સિવાય બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત Zee 5 એપ્લિકેશન અને વોડાફોન પ્લેનું સબ્સ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ થશે.

249 રૂપિયા સ્પેશ્યલ પ્લાન

આ પ્લાનની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં અનલિમિટેડ કોલિંગ સાથે ડેટા તો મળી જ રહ્યો છે પરંતુ તેમાં ડબલ ડેટા ઓફર મળી રહી છે જે હેઠળ તમને દરરોજ 1.5 GB + 1.5 GB એટલે કે કુલ 3 GB ડેટા મળશે. આ યોજનામાં પણ દરરોજ 100 SMS , Zee 5 એપ અને વોડાફોન પ્લેનું સબ્સ્ક્રિપ્શન મળશે.

299 રૂપિયા 

299 રૂપિયાવાળા વોડાફોન આઈડિયા પ્લાન પર 28 દિવસ સુધી રોજ 2 GB ડેટા મળશે. આ યોજનામાં તમામ નેટવર્ક્સ પર અમર્યાદિત કોલિંગ પણ ઉપલબ્ધ છે અને દૈનિક 100 SMS ઉપરાંત તમને Zee 5 એપ્લિકેશન અને વોડાફોન પ્લેનું સબ્સ્ક્રિપ્શન મળશે.

398 રૂપિયા 

આ યોજનામાં તમને 28 દિવસ માટે દરરોજ 3 GB ડેટા મળશે. આ સિવાય બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ઉપલબ્ધ રહેશે. આ યોજનામાં Zee 5 એપ્લિકેશન અને વોડાફોન પ્લે સબ્સ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ હશે.

સંકળાયેલા મુદ્દાઓ

Application Prepaid plan Vodafone Idea data sms એપ્લિકેશન ડેટા પ્રી પેડ વોડાફોન આઇડિયા Prepaid Plans
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ