Saturday, August 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ક્રિકેટ / કેપ્ટન વિરાટ કોહલી વનડેમાં 75-80 સેન્ચ્યુરી ફટકારશે, આ પૂર્વ દિગ્ગજે કર્યો દાવો

કેપ્ટન વિરાટ કોહલી વનડેમાં 75-80 સેન્ચ્યુરી ફટકારશે, આ પૂર્વ દિગ્ગજે કર્યો દાવો

વનડે ક્રિકેટમાં સૌથી વધારે સેન્ચ્યુરીનો રેકોર્ડ ભારત માટે સચિન તેંડુલકરના નામે છે. સચિનનું નામ વનડેમાં કુલ 49 સેન્ચ્યુરી દાખલ છે. ઘરેલૂ ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વસીમ જાફરે કહ્યું કે વિરાટ કોહલી વનડેમાં 75-80 સેન્ચ્યુરી બનાવી શકે છે.

કોહલીએ રવિવારે વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ રમવામાં આવેલી મેચમાં સેન્ચ્યુરી ફટાકારી હતી જે એના વન ડે કરિયરની 42મી સેન્ચ્યુરી હતી. વન ડે ક્રિકેટમાં સૌથી વધારે સેન્ચ્યુરીો રેકોર્ડ ભારત માટે સચિન તેંડુલકરના નામે છે. સચિનના નામે વન-ડેમાં કુલ 49 સેન્ચ્યુરી દાખલ છે. 

ભારતીય ટીમે આ મેચને 59 રનથી પોતાના નામે કરી. આ પહેલા કોહલીએ પોતાની અંતિમ સેન્ચ્યુરી માર્ચ 2019માં ફટકારી હતી. આ વર્ષે કોહલીની આ ચોથી સેન્ચ્યુરી છે. ઇંગ્લેન્ડમાં પૂર્ણ વર્લ્ડકપમાં કોહલીના બેટથી કોઇ સેન્ચ્યુરી કરવામાં આવી નહતી. એને 50 થી વધારેના સરેરાશથી કુલ 445 રન બનાવ્યા હતા. 

હવે સલામી બેટ્સમેન વસીમ જાફરનું કહેવું છે કે ટીમ ઇન્ડિયાનો હાલનો કેપ્ટન વિરાટ કોહલી વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 75-80 સેન્ચ્યુરી ફટકારશે. જાફરે સોમવારે ટ્વિટ કર્યું, '11 ઇનિંન્ગ બાદ નોર્મલ સર્વિસ જારી...વિરાટ કોહલીની બીજી એક ઇન્ટરનેશનલ સેન્ચ્યુરી. મારી ભવિષ્યવાણી અનુસાર વિરાટ કોહલી વન-ડેમાં 75-80 સેન્ચ્યુરી ફટકારશે.'

41 વર્ષીય જાફર ભારતના સફળ ટેસ્ટ સલામી બેટ્સમેનમાંથી એક છે. વર્તમાનમાં જાફર બાંગ્લાદેશ ટીમના બેટિંગ સલાહકાર છે. એમની સરેરાશ 34.11 રહી છે એમને ટેસ્ટ મેચમાં કુલ 1944 રન બનાવ્યા છે. 

નોંધનીય છે કે કોહલીએ વિન્ડિઝ સામે 120 રનોની ઇનિંન્ગ રમી. આ ઇનિંન્ગમાં કોહલીએ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પણ પાછળ પાડી દીધો. ગાંગુલીએ વનડેમાં 297 ઇનિંન્ગમાં 11,221 રન બનાવ્યા હતા, જ્યારે કોહલીએ 229 ઇનિંન્ગમાં જ એે પાછળ પાડી દીધો. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ