Virat Kohli Politely Requests Fans To Not Film Video
VIDEO /
કાયાનો ઉદ્ધાર કરવા કોહલી પહોંચ્યો ગુરુના શરણે, સમાધિએ શીશ ઝુકાવતા લાધ્યું જ્ઞાન, ચાહકોને શું બોલ્યો
Team VTV05:36 PM, 31 Jan 23
| Updated: 06:12 PM, 31 Jan 23
ટીમ ઈન્ડીયાનો ઝંઝાવતી ખેલાડી વિરાટ કોહલી પરિવાર સાથે ઉત્તરાખંડના ઋષિકેશના દયાનંદ ગિરિ બાપુના આશ્રમમાં આવ્યો છે.
વિરાટ કોહલી પરિવાર સાથે પહોંચ્યો ઋષિકેશના દયાનંદ ગિરીના આશ્રમમાં
ભંડારો કર્યો, સાધુ-સંતોની સેવા કરી, ધ્યાન પણ લગાવ્યું
કોહલીને આવેલો જોઈને લોકોની લાગી ભીડ
કેટલાક વીડિયો ઉતારવાનું શરુ કરતાં કોહલીએ ટપાર્યાં
કહ્યું, ભાઈ આ આશ્રમ છે, મર્યાદા જાળવો
વિરાટ કોહલી ખાલી ક્રિકેટ જ નથી રમતો. તે સામાજિક પ્રસંગોમાં આમાન્યા પણ જાળવી જાણે છે. ક્રિકેટમાં કિંગ તરીકે જાણીતા કોહલીએ પ્રસંગ પ્રમાણે વર્તીને લોકો સમક્ષ એક દાખલો બેસાડ્યો હતો.
અનુષ્કા-વામિકા સાથે ઋષિકેશના દયાનંદ ગિરી બાપુના આશ્રમમાં પહોંચ્યો કોહલી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા ઉત્તરાખંડના ઋષિકેશ સ્થિત દયાનંદ ગીરી બાપુના આશ્રમમાં પહોંચ્યાં હતા. અહીં તેમણે સંતોના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન વિરાટ અને અનુષ્કાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી.
વીડિયો શૂટ કરનાર ચાહકોને કહ્યું- આશ્રમમાં આવું ન શોભે
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઉત્તરાખંડ સ્થિત તેમના આશ્રમમાં તેમના ચાહકોએ ઘેરી લીધા હતા. આવી સ્થિતિમાં વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી એક બોલ પર ઓટોગ્રાફ આપી રહ્યો છે. લોકો તેમને ચારે બાજુથી ઘેરી લે છે. આ દરમિયાન લોકો તેમનો વીડિયો શૂટ કરી રહ્યા હતા. ત્યારે વિરાટ કોહલી ખૂબ જ નરમાશથી કહે છે કે 'ભાઈ આશ્રમ હૈ યે'.કોહલીનો કહેવાનો અર્થ એવો હતો કે આશ્રમમાં આવું બધું ન શોભે, આશ્રમની મર્યાદા જાળવવી પડે, બહાર જેમ વર્તી શકાય તેવું અહીં ન થઈ શકે. કોહલીની આ ઉદારતાને પણ લોકોએ વખાણી છે.
દયાનંદ ગિરીના આશ્રમમાં કર્યો ભંડારો
વિરાટ-અનુષ્કા ઋષિકેશના દયાનંદ ગિરી આશ્રમ પહોંચી ગયા છે. વિરાટ કોહલી પરિવાર સાથે ધાર્મિક વિધિના સંબંધમાં અહીં પહોંચ્યા છે. માતા સરોજ કોહલી પણ કોહલી સાથે છે. આશ્રમના જનસંપર્ક અધિકારી ગુણાનંદ રાયલે જણાવ્યું કે, અહીં પહોંચ્યા બાદ તેમણે બ્રહ્મલીન દયાનંદ સરસ્વતીની સમાધિની પણ મુલાકાત લીધી હતી. આ સાથે ગંગા ઘાટ પર સંતો અને પંડિતો સાથે ગંગા આરતી પણ ખરી હતી. કોહલીનો યોગ ટ્રેનર પણ તેમની સાથે આશ્રમમાં રોકાયા છે. મંગળવારે સવારે યોગ અને પૂજા-પાઠ કર્યા બાદ વિરૂષ્કા આશ્રમ ખાતે જાહેર ધાર્મિક વિધિ કરીને ભંડારાનું આયોજન કર્યુ હતું.
Virat Kohli and Anushka Sharma organised Bhandara in Rishikesh are spotted taking blessings from Saints 🧡 pic.twitter.com/QLp3Yagsz4
દયાનંદ ગિરી છે પીએમ મોદીના ગુરુ
ઉલ્લેખનીય છે કે દયાનંદ ગિરી પ્રધાનમંત્રી મોદીના આધ્યાત્મિક ગુરુ હતા જેમનો દેહાંત થયેલો છે. 11 સપ્ટેમ્બર 2015ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના આધ્યાત્મિક ગુરુ દયાનંદ સરસ્વતીના દર્શન પણ કર્યા હતા. ત્યારથી આ આશ્રમ વધુ પ્રખ્યાત બન્યો છે, જેના કારણે ઘણા દિગ્ગજો અહીં આધ્યાત્મિકતાની શાંતિ માટે સ્થળાંતર કરવા માટે થોડા દિવસો માટે આવે છે.
અનુષ્કા સાથે વૃંદાવન પણ ગયો હતો કોહલી
આ પહેલા 4 જાન્યુઆરી 2023ના દિવસે વિરાટ અને અનુષ્કા પ્રેમાનંદજી મહારાજને મળવા વૃંદાવન પહોંચ્યાં હતા અને ત્યાં તેમણે તેમનો સત્સંગ સાંભળ્યો હતો. વૃંદાવનથી પરત ફર્યા બાદ કોહલી શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામેની વન ડે શ્રેણીમાં કમાલની રમત રમ્યો. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ તારીખ 9મી ફેબુ્રઆરીથી થઈ રહ્યો છે.