34 કરોડનું ઘર હોવા છતાં વિરુષ્કાને નથી એકબીજાને સાથે રહેવાનો સમય

By : juhiparikh 01:48 PM, 08 November 2018 | Updated : 01:48 PM, 08 November 2018
સ્ટાર કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનાને લગ્નને એક વર્ષ થવા આવ્યું અને તેમને જોઇને બધા જ કહે છે કે, આ એક ડ્રીમ કપલ છે. છેલ્લા એક વર્ષમાં વિરાટ-અનુષ્કા પોતાના હેક્ટિક શેડ્યુલમાંથી એકબીજા માટે શક્ય એટલો વધારે સમય વીતાવવાનો પ્રયત્ન કર્યો છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આખી દુનિયાની ટૂર કરી રહ્યો છે, ત્યારે અનુષ્કાની આ વર્ષે પરી, સંજૂ અને સૂઇ ધાગા રીલિઝ થઇ.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન અનુષ્કાએ વિરાટ સાથેની તેની મેરેજ લાઇફ કેવી જઇ રહી છે તે  અંગે વાત કરી હતી. તેણે કહ્યુ કે, ''મેરેજ પછી કોઇ ફરક પડ્યો નથી. હું અને વિરાટ ઘડિયાળના કાંટે કામ કરી રહ્યા છે. અમે ખૂબ જ હેક્ટિક જીવન જીવી રહ્યા છે અમે એક જ ઘરમાં રહીએ છીએ પણ અમે સાથે બહુ ઓછો સમય પસાર કર્યો છે અમારા માટે ઘર આવવું એટલે વેકેશન.''

તાજેતરમાં જ વિરાટની બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે આ કપલ દેહરાદૂન પહોંચ્યુ હતુ અને આ દિવસે અનુષ્કાએ સોશ્યલ મીડિયા પર વિરાટ સાથે ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યુ હતુ કે, ''Thank God for his Birth.''
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Thank God for his birth 😁🙏❤️✨

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

 Recent Story

Popular Story