બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / viral video mouth oxygen to new born baby gave life

વાહવાહી / નવજાતને બચાવવા ડૉક્ટરે લગાવી દીધી સંપૂર્ણ તાકાત, બાળકીને મોતના મુખમાંથી બચાવી, VIDEO જોઈ શ્વાસ અધ્ધર થઈ જશે

Arohi

Last Updated: 08:02 PM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવજાત બાળકીના શરીરમાં કોઈ હલચલ ન હતી થઈ રહી પરંતુ આ બધું કર્યા પછી બાળકીમાં જીવ આવ્યો અને તે હલનચલન પણ કરવા લાગી.

  • નવજાતના શરીરમાં ન હતી થઈ રહી હલચલ 
  • મહિલા ડૉક્ટરે આ રીતે બચાવ્યો જીવ 
  • વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ 

ડૉક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે અને ઘણી વખત આ કહેવત સાચી સાબિત થતી જોવા મળે છે. આવી જ એક ઘટના પ્રકાશમાં આવી જ્યારે એક મહિલા ડૉક્ટરે નવજાત બાળકીના મોઢામાં શ્વાસ ફૂંકીને તેનો જીવ બચાવ્યો. હકીકતે બાળકીનો જન્મ થતાં જ તેણે શ્વાસ લેવાનું બંધ કરી દીધુ હતુ અને તેને તાત્કાલિક ઓક્સિજન સપોર્ટની જરૂર હતી. ત્યાર બાદ ડૉક્ટરે જે કર્યું તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. 

'માઉથ ટુ માઉથ રેસ્પિરેશન'
હકીકતે આ વીડિયો ઉત્તરપ્રદેશ પોલીસ અધિકારી સચિન કૌશિકે ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે લખ્યું કે ડૉ. સુલેખા ચૌધરી, પીડિયાટ્રીસિયન, CHC, આગ્રા. બાળકીનો જન્મ થયો પણ શરીરમાં કોઈ હલચલ ન હતી. બાળકીને પહેલા ઓક્સિજન સપોર્ટ આપવામાં આવ્યો. પરંતુ જ્યારે તે પણ મદદ ન કર્યું પછી લગભગ સાત મિનિટ સુધી 'માઉથ ટુ માઉથ રેસ્પિરેશન' આપ્યું, બાળકીને શ્વાસ લેવાનું શરૂ કર્યું.

નવજાત શિશુના શરીરમાં કોઈ હલચલ ન હતી
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નવજાત બાળકીના શરીરમાં હકીકતે કોઈ હલચલ જણાતી ન હતી. પરંતુ આ બધું કર્યા પછી બાળકીમાં જીવ પાછો આવ્યો અને તેણે હલનચલન કરવાનું શરૂ કર્યું. બાળકીની હરકત બાદ ડોક્ટર હસવા લાગ્યા અને ત્યાં હાજર અન્ય લોકો પણ હસવા લાગ્યા. લોકો પણ ડોક્ટરના વખાણ કરી રહ્યા હતા.

આગરાની એક હોસ્પિટલની છે આ ઘટના
કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો થોડો જૂનો છે જે હવે વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે માર્ચ મહિનામાં આગ્રામાં આ ઘટના બની હતી જેનો વીડિયો ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાતા બાળરોગ નિષ્ણાંત સુરેખા ચૌધરી છે, જેણે આ બાળકીને બચાવી હતી. આ વીડિયોને જોઈને લોકો મહિલા ડોક્ટરની પ્રશંસા કરી રહ્યા છે અને તેના જુસ્સાને સલામ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ