બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / vijayadashami rss chief mohan bhagwat said says we dont want a culture that widens the divide

નિવેદન / વિજ્યાદશમી : RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું, તોડવુ નહીં પણ જોડવુ અમારી સંસ્કૃતિ

Dharmishtha

Last Updated: 10:33 AM, 15 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RSSના સરસંઘચાલક મોહન ભાગવતે દેશને તોડવા નહીં પણ જોડવાની સંસ્કૃતિનું પુરજોર સમર્થન કર્યુ.

  • આ વર્ષ અમારી સ્વાધીનતાનું 75મું વર્ષ છે- ભાગવત
  • આપણે આ સ્વાધીનતા રાતોરાત નથી મેળવી - ભાગવત
  • ભાગવતે OTT પર સરકારને આપી સલાહ

આ વર્ષ અમારી સ્વાધીનતાનું 75મું વર્ષ છે- ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે વિજ્યાદશમીના અવસર પર સ્વયંસેવકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે દેશને તોડવા નહીં પણ જોડવાની સંસ્કૃતિનું પુરજોર સમર્થન કર્યુ. ભાગવતે કહ્યું કે આ વર્ષ અમારી સ્વાધીનતાનું 75મું વર્ષ છે 15 ઓગસ્ટ 1947એ આપણે સ્વતંત્ર  થયા. આપણે આપણા દેશનું સૂત્ર દેશને આગળ ચલાવવા માટે સ્વયંના હાથમાં લીધુ. સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ આપણી યાત્રાનો પ્રારંભ બિંદુ હતો. આપણે આ સ્વાધીનતા રાતોરાત નથી મેળવી.

તેમણે કહ્યું કે સ્વતંત્ર ભારતનું ચિત્ર કેવું હોય તેની ભારતની પરંપરા અનુસાર સમાન કલ્પનાઓ મનમાં લઈ દેશના તમામ સેક્ટરથી તમામ જાતિવર્ગોથી નીકળેલા વીરોના તપસ્યા ત્યાગ અને બલિદાનના હિમાલય ઉભા કર્યા.

ભાગવતે દેશને તોડવા નહીં પણ જોડવાની સંસ્કૃતિનું પુરજોર સમર્થન કર્યુ

સરસંઘચાલકે કહ્યું સમાજની આત્મીયતા તથા સમતા આધારિત રચનાઓ ઈચ્છનારા તમામ પ્રયાસો કરવા પડ્યા. સામાજિક સમરસતાના વાતાવરણના નિર્માણ કરવાનું કાર્ય સંઘના સ્વયંસેવક સામાજિક સમરસતા ગતિવિધિઓના માધ્યમથી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે એવી સંસ્કૃતિ નથી ઈચ્છતા જ વિભાજનને વધારે બલ્કે તે સંસ્કૃતિના સમર્થક છીએ જે રાષ્ટ્રને એક સાથે બાંધે અને પ્રેમને વધારે... એટલા માટે જન્મદિવસ, તહેવાર જેવા વિશેષ પ્રસંગ એક સાથે મનાવવામાં આવવા જોઈએ.

ભાગવતે OTT પર સરકારને આપી સલાહ

ભાગવતે કહ્યું કે સ્વાધીનતાથી સ્વતંત્રતા સુધી અમારી સફર હજું પુરી નથી થઈ. દુનિયામાં એવા તત્વ છે જેના માટે ભારત પ્રગતિ અને એક સન્માનિત સ્થિતિમાં તેમનું ઉદય તેમના સ્વાર્થો માટે હાનિકારક છે. તેમણે કહ્યું કે આ વર્ષે શ્રી અરવિંદોની 150મી જયંતી છે. તેમણે અમારા સ્વના આધાર પર ભારત નિર્માણ પર વિસ્તારથી લખ્યુ. આ શ્રી ધર્મપાલનું શતાબ્દી વર્ષ પણ છે. તેમણે ગાંધીજી પાસેથી પ્રેરણા લીધી હતી અને અંગ્રેજોની સામે ભારતના ઈતિહાસના સાક્ષ્ય પ્રસ્તુત કરવાનું કામ કર્યુ.

તેમણે કહ્યું કે જો સનાતન મૂલ્ય વ્યવસ્થા પર આધારિત વિશ્વની કલ્પના કરનારા ધર્મ ભારતમાં પ્રબળ હોય છે તે સ્વાર્થી શક્તિઓ પોતાની રીતે ખતમ થઈ જશે. કોરોનાનો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું કે મહામારીના ચાલતા ઓનલાઈન શિક્ષા શરુ કરવામાં આવી હતી. સ્કૂલે જનારા બાળકો હવે મોબાઈલ ફોન સાથે જોડાયેલા છે. સરકારને ઓ.ટી.ટી. માટે સામગ્રી નિયામક માળખું તૈયાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ