ગુજરાતમાં બિહારવાળીઃ એકાંતમાં બેઠેલા યુગલને અસામાજીક તત્વો દ્વારા કરાયો બ્લેકમેલ, દુષ્કર્મનો પ્રયાસ

By : hiren joshi 09:42 PM, 07 December 2018 | Updated : 09:42 PM, 07 December 2018
વાપીઃ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં દુષ્કર્મના પ્રયાસનો વીડિયો વાયરલ થયો છે. એકાંતમાં બેસી રહેલા યુગલને અસામાજીક તત્વોએ બ્લેકમેલ કર્યો હતો. મળતી માહિતી મુજબ અસામાજીક તત્વોએ યુગલ પાસેથી રૂપિયા પણ પડાવ્યા હતા અને યુવતીની છેડતી હતી. ત્યાર બાદ અસામાજીક તત્વોની નજર ચૂકવીને યુવતી ફરાર થઈ હતી. જેનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં 3 શખ્સો યુવતી સાથે છેડતી કરતા જોવા મળી રહ્યા છે. 3 શખ્સોએ યુવતી સાથએ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયો દાદરાનગરના સાતમાલિયા નજીકનો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

અસામાજીક તત્વો એકાંતમાં રહેલા એક યુગલ ની પજવણી કરે છે. ત્યારબાદ મહિલાની છેડતી કરી દુષ્કર્મનો પણ પ્રયાસ કરે છે. સાથે મોટી રકમ માંગી યુગલને બ્લેકમેલીંગ કરવાના પણ પ્રયાસ કરે છે. વાયરલ થયેલો વીડિયો દાદરા નગર હવેલીના સાતમાલિયા નજીકનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વીડિયોમાં 4 અસામાજિક તત્વો હોય તેમ લાગી રહ્યું છે. ત્રણ અસામાજિક તત્વો યુગલને પરેશાન કરે અને મહિલાની છેડતી કરતા દેખાઈ રહ્યા છે. તો ચોથો અસામાજિક તત્વ ઘટનાનું  મોબાઈલમાં રેકોર્ડિંગ કરતો હોવાનું જણાઈ રહ્યું છે.જોકે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. આથી પોલીસ પણ ચૂપ બેઠી છે. જોકે ચર્ચાતી વાત મુજબ અગાઉ પણ સાતમાલિયા અને આસપાસના પર્યટન સ્થળ નજીક અસામાજિક તત્વો એકાંત માણતા યુગલોને પરેશાન કરીને તેઓને બ્લેકમેઇલ કરી મોટી રકમ પણ પડાવતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.Recent Story

Popular Story