video rajasthan : Student fell from sixth floor of hostel
રાજસ્થાન /
દર્દનાક મોતનો LIVE વીડિયો: ચંપલ પહેરી રહેલો યુવક છઠ્ઠા માળેથી નીચે પટકાયો, મિત્રો થયા હાંફળાફાંફળા, જુઓ શું બન્યું
Team VTV07:28 PM, 03 Feb 23
| Updated: 07:32 PM, 03 Feb 23
રાજસ્થાનમાં 20 વર્ષીય છાત્ર હોસ્ટેલનાં છઠ્ઠા માળથી આકસ્મિક ધોરણે પડી જતાં મૃત્યુ પામ્યો. CCTVમાં સમગ્ર દુર્ઘટના કેદ થઈ છે.
રાજસ્થાનમાં 20 વર્ષીય છાત્રનું આકસ્મિક મોત
બાલ્કનીમાં ચપ્પલ પહેરવા જતાં હટ્યું બેલેન્સ
છઠ્ઠા માળથી નીચે પટકાતાં થયું મોત
રાજસ્થાન : કોટામાં 6ઠ્ઠા માળની બાલ્કનીમાંથી પડવાથી એક વિદ્યાર્થીનું આકસ્મિક મોત નિપજ્યું છે. ગુરૂવારે રાત્રે 11.15 વાગ્યે તે પોતાના ત્રણ મિત્રોની સાથે બાલ્કનીમાં બેઠો હતો. થોડીવાર બાદ ચારેય મિત્રો ઊઠીને બહાર જવા માંડ્યા ત્યારે આ વિદ્યાર્થી પોતાની ચપ્પલ પહેરવાં ગયો અને બેલેન્સ બગડતાં તે બાલ્કનીમાં લાગેલી જાળીને ધક્કો મારતાં સીધો નીચે પટકાયો.
માત્ર 20 વર્ષનો હતો વિદ્યાર્થી
DSP અમરસિંહે જણાવ્યું કે મૃતક 20 વર્ષીય ઈશાંશુ ભટ્ટાચાર્ય ધુપગુરી, પશ્ચિમ બંગાળનો રહેવાસી હતો. તે કોટાનાં જવાહર વિસ્તારમાં રહીને નીટની તૈયારી કરી રહ્યો હતો. શવને મહારાવ ભીમસિંહ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યું હતું. અમરસિંહ અનુસાર ઈશાંશુ વાત્સલ્ય રેસિડેન્સી હોસ્ટેલનાં છઠ્ઠા માળ પર રહેતો હતો. તે 2022માં ઓગસ્ટમાં અહીં આવ્યો હતો.
राजस्थान के कोटा में हॉस्टल के छठे माले से गिरने से कोचिंग छात्र की हुई मौत।
CCTVમાં કેદ થઈ ઘટના
DSPએ કહ્યું કે આ આત્મહત્યાનો મામલો નથી.આ ઘટનાની સીસીટીવી ફુટેજ પણ છે. જેમાં જોઈ શકાય છે કે બાળક અસંતુલિત થતાં પડી જાય છે.
તલવંડી સ્થિત પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવાયો
DSPએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ બીજા વિદ્યાર્થીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતાં. છાત્રને તલવંડી સ્થિત એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યું હતું. આટલી ઊંચાઈથી પડવાનાં કારણે સ્ટૂડન્ડનો ચહેરો બગડી ગયો હતો. પોલીસે તેના પરિવારજનોને સૂચના આપી હતી. તેમના આવ્યાં બાદ શવને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું.