રાજસ્થાનના ઉદેપુર શહેરમાં કેટલાક પુરુષો અને મહિલાઓએ સાથે મળીને સ્વિમિંગ પૂલમાં ગરબા ગાયા હતા અને આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.
નવરાત્રીના તહેવાર નજીક આવતા ખેલૈયાઓમાં ઉત્સાહ
રાજસ્થાનના ઉદયપુરમાં લોકોએ પાણીમાં રમ્યાં ગરબા
સ્વિમિંગ પૂલમાં લોકોએ માણી ગરબાની મજા
કોરોના પછી પહેલી વાર આ વખતની નવરાત્રી છૂટથી થવાની છે અને લોકોએ પણ મન મૂકીને તેની તૈયારીઓ કરી રાખી છે. આ વખતની નવરાત્રી રેકોર્ડ સમાન બની રહેવાની છે. બે વર્ષ બાદ લોકો છૂટથી ગરબે રમવાના છે. આપણે બધાએ ગરબા રમતા જો બહુ જોયા હશે પરંતુ પાણીમાં રમાતા ગરબા ક્યારેય નહીં જોયા હોય પરંતુ પહેલી વાર પાણીમાં રમાતા ગરબાનો એક વીડિયો વાયરલ થયો છે.
રાજસ્થાનના ઉદયપુર શહેરમાં સ્વિમિંગ પૂલમાં યોજાયા ગરબા
રાજસ્થાનના ઉદયપુરના એક સ્વિમિંગ પૂલમાં લોકો ગરબે રમતા જોવા મળ્યાં હતા. ઉદયપુરના આ વીડિયોમાં પુરુષો અને મહિલાઓનું એક ગ્રુપ સ્વિમિંગ પૂલની અંદર ગરબા કરતું જોવા મળી રહ્યું છે. આ ગ્રુપને લવયાત્રી ફિલ્મના છોગાડા તારા ગીત પર ડાન્સ કરતા જોઇ શકાય છે. આ ક્લિપને 34,000 થી વધુ વ્યૂઝ અને અનેક પ્રતિક્રિયાઓ મળી છે. કેટલાકને ગરબા પરફોર્મન્સ સાવ અલગ જ લાગ્યું તો ઈન્ટરનેટના એક મોટા વર્ગને એક સવાલ હતો, 'કેમ?'.
વીડિયો જોયા બાદ લોકોએ કહ્યું- હવે ચાંદ પર થશે ગરબા
વીડિયો જોયા બાદ યુઝર્સની કોમેન્ટ પણ આવી છે. એક યુઝરે લખ્યું કે આ જોઈને લાગે છે કે હવે આપણે થોડા વર્ષમાં ચાંદ પર ગરબા રમાતા જોઈ શકીશું.