આ વિડીઓને ટ્વિટર પર @Hatindersinghr3 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યું છે. યુજરે કેપ્શનમાં લખ્યું કે ' મને કઈ જગ્યા છે એ ખબર નથી પણ જો આ છોકરાઓ એ કોઈ વસ્તુ માટે પૈસા ચુકવ્યા છે તો તેને અંદર બેસવા દેવા જોઈએ.
ફાસ્ટફુડ રેસ્ટોરન્ટમાં બેઠેલા ત્રણ બાળકોને વેઇટર બહાર કાઢી મૂક્યા
કારણ કે એ બાળકોના કપડાં એટલા હાઇ-ફાઈ નહતા લાગી રહ્યા
આ વિડીયો ક્યાંનો છે એ હજુ બહાર આવ્યું નથી.
લોકોને આજકાલ બહાર ફરવા અને ખાવા જવાનો શોખ ઘણો શોખ વધી ગયો છે. આર્થિક સ્થિતિ સામાન્ય હોય તો પણ લોકો દરરિવારે કે રજાના દિવસે તેના પરિવાર સાથે બહાર હરવા-ફરવા અને ખાવા-પીવા પંહોચી જાય છે. પણ ક્યારેય તમે એવું જોયું છે કે તમારા પહેરવેશ પરથી તમને કોઈ હોટલ કે રેસ્ટોરન્ટમાંથી કાઢી મૂક્યા હોય? નહીં ને.. પણ હાલ એક કિસ્સો સામે આવ્યો છે જય એક ફાસ્ટફુડ રેસ્ટોરન્ટમાં બેઠેલા ત્રણ બાળકોને વેઇટર બહાર કાઢી મૂકે છે કારણ કે તેમના કપડાં એટલા હાઇ-ફાઈ નહતા લાગી રહ્યા. કોઈએ એ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો અને હવે લોકો આ વિડીયો વિશે જોરશોર પૂર્વક ચર્ચા કરી રહ્યા છે.
આ વિડીયો જોઈને પહેલા તો તમને પણ બાળકો પર દયા આવશે અને પછી સોસાયટી પર ગુસ્સો આવશે કે આવું પણ લોકો કરી શકે છે? લોકો આ વિડીયો જોઈને ઘણા દુખી થાય છે અને સાથે જ આવું કરનાર વ્યક્તિ સામે ગુસ્સો પણ જાહેર કરી રહ્યા છે. પણ મહત્વનો પ્રશ્ન લોકો એમ ઉઠાવી રહ્યા છે કે આ બાળકોએ જો ખાવાના પૈસા ચુકવ્યા છે તો તેને એ રેસ્ટોરન્ટમાં બેસવાનો પૂરો હક છે. આ વાયરલ થયેલ વિડીયોમાં એક વેઇટર પેલા ત્રણ બાળકો પાસે જાય છે અને તેને ખરી-ખોટી સંભળાવે છે, સાથે જ એ લોકોને ત્યાંથી જવા માટે પણ કહે છે અને અંતે બાળકો ઉદાસ મોઢે ત્યાંથી ચાલ્યા જાય છે. જો કે વિડીયો પરથી લોકોને એમ લાગી રહ્યું છે કે એમને પૈસા ચુકવ્યા હશે છતાં પણ તમને ત્યાં બેસવા દેવામાં આવ્યા નથી. જો કે આ વિડીયો ક્યાંનો છે એ હજુ બહાર આવ્યું નથી.
આ વિડીઓને ટ્વિટર પર @Hatindersinghr3 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યું છે. યુજરે કેપ્શનમાં લખ્યું કે ' મને કઈ જગ્યા છે એ ખબર નથી પણ જો આ છોકરાઓ એ કોઈ વસ્તુ માટે પૈસા ચુકવ્યા છે તો તેને અંદર બેસવા દેવા જોઈએ. જે રીતે બાળકોને બહાર ધકેલવામાં આવ્યા અને જે રીતે બાળકો ઉદાસ ચહેરા એ ત્યાંથી ચાલ્યા ગયા એ જોઈને હું ઘણો દુખી થયો. આપણે લોકો માણસોના કપડાં અને તેની આર્થિક સ્થિતિ જોઈને નક્કી કરી છીએ કે તેને કેટલું સમ્માન આપવું જોઈએ.
વિડીયો જોઈને લોકો થયા ગુસ્સે
Don't Know About The Place But If These Kids Have Paid For Something They Should Be Allowed To Sit Inside.
But The Way The Waiter Is Pushing Them Out And Kids Looking At Each Other Shows, We See The Financial Status Of Person And Decide How Much Respcet To Give.