VIDEO: 'I don't have corona, only rumors': Amrish Dere clarifies post viral on social media
અફવા /
VIDEO: 'મને કોરોના નથી, માત્ર અફવાઓ છે' : સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થતા અમરીશ ડેરે કરી સ્પષ્ટતા
Team VTV11:16 PM, 09 Jan 22
| Updated: 11:20 PM, 09 Jan 22
અમરેલીના ધારાસભ્ય અમરીશ ડેર સંક્રમિત થયાની વાત વહેતી થઇ હતી. જો કે, આ વાત કોરી અફવા હોવાનું ખુદ ડેરે જણાવ્યું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાનું ખંડન કર્યુ
કોંગી ધારાસભ્ય અમરીશ ડેર સંક્રમિત નથી
ખુદ ધારાસભ્યએ કરવો પડ્યો ખુલાસો
'સૌ ઝડપથી મહામારીમાંથી બહાર આવીશું'
ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત એકત્રિત થયેલા રાજકીય પક્ષના કેટલાય કાર્યકરો, નેતાઓ કોરોના સંક્રમિત થયા છે.આમ છતાં તેમના રાજકીય કાર્યક્રમો યથાવત છે,સામાજિક કાર્યક્રમો યથવાત છે. સરકારના કાયદા-કાનૂન માત્ર કાગળ પર હોવાની સતત પ્રતીતિ આવા કાર્યક્રમો કરાવે છે ત્યારે, અમરેલીના ધારાસભ્ય અમરીશ ડેર સંક્રમિત થયાની વાત વહેતી થઇ હતી. જો કે, આ વાત કોરી અફવા હોવાનું ખુદ ડેરે જણાવ્યું હતું.
અમરેલીના ધારાસભ્ય અમરીશ ડેક કોરોના સંક્રમિત હોવાની અફવા ફેલાઈ હતી.ત્યારે ધારાસભ્ય અમરીશ ડેરે સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાનું ખંડન કર્યુ હતુ. સાથે કહ્યું કે હું કોરોના સંક્રમિત નથી મારી તબિયત સારી છે. ઝડપથી આપણે સૌ કોરોના મહામારીમાંથી બહાર આવી જઈશું.
આ અગાઉ, ગત વર્ષે ધારાસભ્ય અંબરીશ ડેરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ વખતે ધારાસભ્ય અંબરીશ ડેર પોતાના ફાર્મ હાઉસમાં ક્વૉરન્ટાઈન થયા હતા.