બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / venus transit 2023 in meen these zodiac sign people will get money and prosperity

જ્યોતિષ જ્ઞાન / ચાર રાશિના જાતકો માટે આઠ દિવસ બાદ શરૂ થશે શુભ દિવસો, બે-બે યોગથી મળશે લાભ

Premal

Last Updated: 12:01 PM, 6 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર મુજબ 15 ફેબ્રુઆરીએ શુક્ર પોતાની રાશિ પરિવર્તન કરી મીનમાં પ્રવેશ કરી રહ્યાં છે. આ દરમ્યાન શુક્રની ગુરૂ સાથે યુતિ ઘણા રાશિના જાતકો માટે ફળદાયી રહેશે.

  • શુક્ર પોતાની રાશિ પરિવર્તન કરી મીનમાં પ્રવેશ કરી રહ્યાં છે
  • શુક્રની ગુરૂ સાથે યુતિ ઘણા રાશિના જાતકો માટે ફળદાયી રહેશે
  • આ દરમ્યાન પાંચ રાશિના જાતકોનુ ભાગ્ય ચમકશે

15 ફેબ્રુઆરીએ શુક્ર અને ગુરૂ ગ્રહ મીન રાશિમાં કરી રહ્યાં છે પ્રવેશ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહનુ પોતાનુ અલગ મહત્વ છે. જ્યારે પણ કોઈ ગ્રહ પોતાનુ રાશિ પરિવર્તન કરે છે, તો તેનો પ્રભાવ બધી 12 રાશિઓના જીવન પર પડે છે. 15 ફેબ્રુઆરીએ શુક્ર અને ગુરૂ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. આ દરમ્યાન શુક્ર અને ગુરૂની યુતિથી માલવ્ય અને હંસ રાજયોગનુ નિર્માણ થશે. આ યુતિ મેના અંત સુધી રહેશે. આ દરમ્યાન પાંચ રાશિના જાતકોનુ ભાગ્ય ચમકશે. જાણો શુક્ર અને ગુરૂની યુતિ કઈ રાશિના જાતકોને ધનવાન બનાવવા જઇ રહી છે. 

શુક્ર ગોચરથી આ રાશિના જાતકોને થશે લાભ 

મેષ રાશિ 

જ્યોતિષ મુજબ શુક્ર અને ગુરૂના પ્રભાવથી મેષ રાશિના જાતકોના વૈવાહિક જીવનમાં મધુરતા આવશે. બંને એકબીજાનુ સન્માન કરશે. અમુક લોકોના લગ્ન જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ પણ આવી શકે છે. આ દરમ્યાન તમારે શાંત રહેવામાં જ ભલાઈ છે. આર્થિક લાભ થશે. 

ધન રાશિ

મહત્વનું છે કે શુક્ર અને ગુરૂની આ યુતિ આ રાશિના જાતકોની કારકિર્દી અને નોકરીને પ્રભાવિત કરશે. એવામાં આ રાશિના જાતકોને નોકરીનો નવો પ્રસ્તાવ મળી શકે છે. તો નોકરિયાત વર્ગને આ દરમ્યાન પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ મળવાની પણ પૂરી સંભાવના છે. 

વૃષભ રાશિ

શુક્ર અને ગુરૂ ગ્રહ ગોચરનો પ્રભાવ વૃષભ રાશિના જાતકો પર પણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ દરમ્યાન આવા જાતકોને આવકમાં પણ ફાયદો થશે. આર્થિક સ્થિતિમાં ફેરફાર થશે. રૂપિયા આવવાના નવા રસ્તા બનશે. એટલું જ નહીં, ધનના નવા સ્ત્રોત બનશે. પ્રોફેશનલ લાઈફમાં નવી સફળતા મેળવવામાં સફળ થશો. 

મીન રાશિ

આ યુતિથી મીન રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. વિદેશ જવાની તક મળી શકે છે. આ સમયગાળામાં અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે. વેપારને લઇને જો કોઈ ડીલ અટકેલી છે, તો તેને પણ ફાઈનલ કરી શકો છો. આર્થિક સ્થિતિ પહેલાથી વધારે શ્રેષ્ઠ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Shukra Gochar 2023 Shukra-Guru Yuti 2023 zodiac signs Shukra-Guru Yuti 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ