બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vansda Congress MLA Anant Patels car met with an accident

દુર્ઘટના / ગુજરાત કોંગ્રેસના MLAની કારને નડ્યો અકસ્માત, બાઈકચાલકને બચાવવા જતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ

Mahadev Dave

Last Updated: 11:57 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંકલાછ ગામે બાઇક ચાલકને બચાવવા જતા વાસંદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની કારને અકસ્માત નડ્યો હતો.

  • વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની કારને નડ્યો અકસ્માત
  • અંકલાછ ગામે બાઇક ચાલકને બચાવવા જતા નડ્યો અકસ્માત 
  • ધારાસભ્ય અનંત પટેલની કાર રસ્તાની કિનારે આવેલા ઝાડ સાથે જઈ અથડાય

નવસારી વાસંદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની કારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. વાસંદાના ધારાસભ્ય કાર મારફતે જઈ રહ્યા હતા. આ દરમિયાન નવસારીના અંકલાછ ગામ નજીક અચાનક સામેથી એક બાઈક ચાલક ઘસી આવ્યો હતો. જેને બચાવવા જતાં ધારાસભ્યની કારના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર રોડની સાઈડ પર આવેલ ઝાડ સાથે અથડાઈ હતી. જેને લઈને અકસ્માત સર્જાયો હતો. 

જોકે અકસ્માતને કારણે ધારાસભ્ય અનંત પટેલને થઈ સમાન્ય ઈજા

મહત્વનું છે કે સામેથી બેફામ સ્પીડે આવતા બાઈક ચાલકને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક વિગતના બહાર આવ્યું છે. બીજી બાજુ આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.આ દરમ્યાન રાહદારીઓ અને અન્ય વાહનચાલકોની મદદથી ધારાસભ્ય અને તેના ડ્રાઇવરને અકસ્માતગ્રસ્ત કારમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.જોકે આ ઘટનામાં ધારાસભ્ય તથા તેમના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે. વધુ નુકસાન ન થયુ બહાર આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ બન્નેને નાનીમોટી ઇજા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે ઝાડ સાથે અથડાયા બાદ ધારાસભ્ય અનંત પટેલની કારમાં આગળના ભાગે વધુ નુકસાન થયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

accident congress અંકલાછ કાર અકસ્માત ધારાસભ્ય અનંત પટેલ વાસંદા કોંગ્રેસ MLA Anant Patels car accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ