Vadodara city is flooded every year due to the pressure on the river
ડુબાડતી બેદરકારી /
સ્વાર્થ સાધવા સાવ આવું.! વડોદરા શહેરમાં દર વર્ષે પૂરની સ્થિતિનું કારણ કાંસ પર દબાણ, બિલ્ડરરાજ મોટો પડકાર
Team VTV12:07 AM, 29 Mar 23
| Updated: 03:16 PM, 30 Mar 23
વડોદરા શહેરને ડુબાડતી ગંભીર બેદરકારીની. આ શહેરમાં પાણી નિકાલ માટે એક મોટી કાંસ હતી, પરંતુ તેના પર બિલ્ડરો દ્વારા આડેધડ દબાણ ખડકાઈ ગયા, બાકી હતું તો ઝાડી ઝાખરાનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું
કાંસ બની ગઈ નીક
શહેરમાં પૂરનું આ છે કારણ
કાંસ પર દબાણ ખડકાઈ ગયા
વહેણને મારગ આપવાની કવાયત
દબાણ દૂર કરવાનો મોટો પડકાર
વડોદરા શહેરને ડુબાડતી ગંભીર બેદરકારીની. આ શહેરમાં પાણી નિકાલ માટે એક મોટી કાંસ હતી, પરંતુ તેના પર બિલ્ડરો દ્વારા આડેધડ દબાણ ખડકાઈ ગયા, બાકી હતું તો ઝાડી ઝાખરાનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું...પરિણામે વડોદરા શહેર દર વર્ષે પૂરના પ્રકોપમાંથી પસાર થઈ રહ્યું છે.ત્યારે હવે વડોદરા મહાનગર પાલિકાની આંખ ખૂલી હોય તેમ કાંસની સફાઈની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી થઈ રહી છે...આ તૈયારીને શાનો છે મોટો પડકાર જોઈએ.
વગદાર લોકો દ્વારા અન્યની સુખાકારીનું ધ્યાન રાખ્યા વિના આટલી મોટી ગેરરીતી આચરાતી હશે! પરંતુ હા વડોદરામાં આવું બન્યુ છે...આ એક મોટી કાંસને વગદાર અને સ્વાર્થી લોકો દ્વારા પૂરી નાખીને નાનકડું નાળું બનાવી દેવામાં આવ્યું છે. વડોદરા શહેરના વરસાદીપાણીનો નિકાલ ટીંબી તળાવમા થાય છે, પરંતુ ટીંબી ગામથી ઢાઢર નદી સુધી બિલ્ડરો દ્વારા કાંસ પર દબાણ ઊભું કરી દેવામાં આવ્યું છે, પરિણામે એક સમયે પાણીનો નિકાલ કરતી મોટીં કાંસ હવે નાનકડી નીક જેવી બની ગઈ છે. સોસાયટી અને બંગલાના બાંધકામથી પાણીનિકાલની કાંસનું વહેણ છેલ્લાં 15 વર્ષથી અવરોધાઈ ગયું છે..જેના કારણે ચોમાસામાં સ્થાનિક લોકો પૂર જેવી સ્થિતિમાં મૂકાઈ જાય છે.
પાણી નિકાલ માટેની કાંસમાં પુરાણ થઈ જતા દર ચોમાસે વડોદરમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. કેમ કે, 900 વીઘામાં ફેલાયેલા તળાવના ઓવરફ્લોના પાણી શહેરમાં ફરી વળે છે...ત્યારે કાંસમાં થયેલા દબાણ, અવરોધ, ઝાડી ઝાંખરા દૂર કરી સફાઈ જરૂરી બની ગઈ છે. જો કે, આ કાંસની સફાઈની અનેક વર્ષોથી માંગ ઊઠી રહે છે.
જો કે, હવે લાંબા સમય બાદ ઢાઢર નદીમાં પાણી પહોંચાડતી કાંસની સફાઈ માટે વુડા અને કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરી છે...કાંસમાં અવરોધ રૂપ ઝાડી ઝાંખરા હટાવવા તો સાવ સહેલું કામ છે પરંતુ કાંસ પૂરીને ખડકી દેવાયેલા બાંઘકામોને નહી હટાવાય ત્યાં સુધી પાણીનો નિકાલ શક્ય નથી. ત્યારે જોવાનું એ રહેશે કે, વુડા અને કોર્પોરેશન એ બાંધકામોને હટાવવા કેવી કામગીરી કરે છે...