ચકચાર /
વડોદરામાં સહકર્મચારીએ યુવતીના ઘરમાં આચર્યું દુષ્કર્મ: અન્ય વ્યક્તિ સાથેના ફોટોઝ વાયરલ કરવાની આપતો હતો ધમકી
Team VTV05:30 PM, 18 Jan 23
| Updated: 05:30 PM, 18 Jan 23
વડોદરામાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પર સહકર્મીએ દુષ્કર્મ ગુજાર્યું હોવાંનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.
વડોદરામાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના
યુવતી સાથે કામ કરતાં યુવકે આચર્યુ દુષ્કર્મ
આરોપી નીરજ પર યુવતીને બ્લેકમેઈલ કરતો હોવાની ફરીયાદ
વડોદરામાં યુવતી સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સહકર્મી નીરજ માળી નામના આરોપીએ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા હડકંપ મચી જવા પામ્યો છે. યુવતીના મકાનમાં જ આરોપીએ કુકર્મ ગુજાર્યું હોવાનું બહાર આવ્યું છે. જેને પગલે પોલીસે આરોપીને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
નીરજ માળી નામના શખ્સે આચર્યુ દુષ્કર્મ
વડોદરાના દિવાળીપુરામાં રહેતી અને ખાનગી નોકરી કરતી યુવતી દુષ્કર્મનો ભોગ બન્યાનું બહાર આવ્યું છે. યુવતીના સહકર્મીએ જ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જેમાં આરોપી યુવતીના અન્ય વ્યક્તિ સાથેના ફોટો માતા-પિતાને આપવાની ધમકી આપી હતી. જેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. નીરજની માતા રાધા માળીએ પણ દુષ્કર્મમાં સાથ આપ્યો હોવાનો યુવતીએ આરોપ લગાવતા હાહાકાર મચી ગયો છે. આ મામલે ગોત્રી પોલીસે આરોપી નીરજ અને તેની માતા રાધા માળી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
ગોત્રી પોલીસે આરોપી નીરજ અને તેની માતા રાધા માળી પર ગુનો નોંધ્યો
એટલું જ નહિ પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધરી આરોપી અને તેની માતાને દબોચી લીધો છે. જેના કોરોના ટેસ્ટ કર્યા બાદ ધરપકડ કરવામાં આવશે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.