બસ વિવાદ /
યોગીના મંત્રીએ કહ્યું, કોંગ્રેસ પ્રાઈવેટ બસને બદલે રાજસ્થાન સરકારની બસો મોકલી રહી છે, અમે ન લઈ શકીએ
Team VTV02:04 PM, 20 May 20
| Updated: 02:17 PM, 20 May 20
પ્રવાસી શ્રમિકોને લઇને ઉત્તર પ્રદેશ સરકાર અને કોંગ્રેસ વચ્ચે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. હવે યોગી સરકાના પરિવહન મંત્રી અશોક કટારિયાએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પ્રાઇવેટ બસોના બદલે રાજસ્થાન રોડવેઝની બસ મોકલી રહી છે, જે અમે કોઇ પક્ષ દ્વારા ન લઇ શકીએ. જો અમારે રાજસ્થાન રોડવેઝની બસ લેવી હશે તો બંને રાજ્યોની સરકાર વાતચીત કરી લેશે.
પરિવહન મંત્રી અશોક કટારિયાએ જણાવ્યું કે અમારી પાસે પુરતા પ્રમાણમાં બસ છે અને અમે સતત લાખો લોકોને ઘરે પહોંચાડી રહ્યાં છે. કોંગ્રેસ માત્ર રાજકારણ કરી રહી છે. આ જે 879 બસ બતાવામાં આવી રહી છે તે બધી રાજસ્થાન સરકારની છે. જો કોંગ્રેસને એટલી જ ચિંતા છે તો રાજસ્થાનના શ્રમિકોને સીધા ઉત્તર પ્રદેશ કેમ મોકલી રહી નથી.
પરિવહન મંત્રીએ જણાવ્યું કે શ્રમિકોને લાવીની રાજ્યની સરહદ પર છોડી દેવામાં આવી રહ્યાં છે? અમે સરકારની બસોને કોઇ પાર્ટી દ્વારા ન લઇ શકીએ. સરકારી બસોને સરકાર દ્વારા લઇ શકાય. અમારા ચીફ સેક્રેટરી તેમના ચીફ સેક્રેટરી સાથે આ અંગે વાતચીત કરી શકે છે. જો કોંગ્રેસને આટલી જ ઉતાવળ હોય તો કોટામાંથી બાળકોને નિકાળવાના સમયે કેમ બસ મોકલી નહીં.
આ બધા વચ્ચે દિલ્હી-નોઇડા સરહદ પર કોંગ્રેસ નેતા રાજીવ શુકલા અંદાજે 800 બસો સાથે સરહદ પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા, પરંતુ ત્યાં હાજર રહેલા નોઇડા પોલીસે તેમને રોકી દીધા અને બસોને યૂ-ટર્ન લેવો પડ્યો.