બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Union Home Minister Amit Shah prepared 'Mission 7'

ગુજ'રાજ' 2022 / અમિત શાહનું 'ગુજરાત મિશન 7': વિજયરથ હાંસલ કરવા ભાજપે તૈયાર કર્યો આ એક્શન પ્લાન, સમજો સંપૂર્ણ ગણિત

Malay

Last Updated: 02:04 PM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર લોકસભા સીટ અમિત શાહ માટે પ્રતિષ્ઠાનો જંગ પણ છે. અહીં વેજલપુર, નારણપુરા, ઘાટલોડિયા, સાબરમતી, કલોલ, સાણંદ, ગાંધીનગર ઉત્તર સહિત 7 વિધાનસભા વિસ્તાર આવે છે.

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડમાર તૈયારીઓ
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તૈયાર કર્યું  'મિશન 7' 
  • ગાંધીનગર લોકસભા બેઠક અમિત શાહ માટે પ્રતિષ્ઠાનો જંગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસો જ બાકી છે. એવામાં આ વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે ખાસ છે. કારણ કે પહેલું ગુજરાત એ પીએમ મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય છે. બીજુ ભારતીય જનતા પાર્ટીના વિજયરથને ચલાવી રાખવો પણ તેમની મોટી જવાબદારી છે. આ દરમિયાન અમિત શાહે સૌથી વધારે સમય અમદાવાદ અને પોતાના લોકસભા વિસ્તાર ગાંધીનગરમાં વિતાવ્યો. તેમની ગતિવિધિઓને જોઈને એવું કહી શકાય છે કે તેમણે પોતાના માટે 'મિશન 7' તૈયાર કરી લીધું છે.

શાહને માનવામાં આવે છે ચૂંટણી રણનીતિકાર
અમિત શાહને ભાજપના ચૂંટણી રણનીતિકાર માનવામાં આવે છે. ગુજરાતમાં ઉમેદવારોની યાદી તૈયાર કરવી, નારાજ નેતાઓને શાંત કરવા કે પછી ઉમેદવારી ફોર્મ ભરતી વખતે નેતાઓની સાથે જવું એ તેમના અભિયાનનો હિસ્સો માનવામાં આવે છે. 

અમિત શાહ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ફરી આવશે ગુજરાત, જાણો સમગ્ર  કાર્યક્રમ | Gujarat Home Minister Amit Shah will attend the sixth All India  Prison Duty Meet

ગાંધીનગર લોકસભા એટલે 7 વિધાનસભા સીટો
ગાંધીનગર લોકસભા બેઠક અમિત શાહ માટે પ્રતિષ્ઠાનો જંગ પણ છે. અહીં વેજલપુર, નારણપુરા,  ઘાટલોડિયા, સાબરમતી, કલોલ, સાણંદ, ગાંધીનગર ઉત્તર સહિત 7 વિધાનસભા વિસ્તાર આવે છે. કહેવામાં આવે છે કે અમિત શાહે આમાંથી 5 બેઠકો પર ઘણો સમય વિતાવ્યો છે. જ્યારે તાજેતરના પ્રવાસ દરમિયાન તેઓએ કલોલ અને ગાંધીનગર ઉત્તરની મુલાકાત લીધી નથી. એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ ટૂંક સમયમાં આ વિસ્તારને પણ કવર કરી શકે છે.

ચૂંટણીના ભણકારા વચ્ચે અમિત શાહે એક બાદ એક કરી 4 બેઠકો, જાણો કયા મુદા અંગે  થઇ ચર્ચા | Amit Shah held 4 seats one after the other in the middle of the  election

ઉમેદવારો સાથે કરી હતી મુલાકાત
અમિત શાહ સાણંદ બેઠકના ભાજપના ઉમેદવાર કનુભાઈ પટેલની સાથે પણ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા હતા. તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ઘાટલોડિયામાં રોડ શો પણ કર્યો હતો. આ ઉપરાંત તેઓ વેજલપુર (અમિત ઠાકર), નારણપુરા (જીતેન્દ્ર પટેલ) અને સાબરમતી (ડો.હર્ષદ પટેલ)ના કાર્યલય ખાતે પહોંચ્યા હતા. 

ગાંધીનગર લોકસભા વિસ્તારનો ઈતિહાસ
વર્ષ 1989માં અહીંથી શંકરસિંહ વાઘેલા જીત્યા હતા. જ્યારે અમિત શાહ 2019માં અહીંથી જીત્યા હતા. ખાસ વાત એ છે કે ગાંધીનગર લોકસભા વિસ્તારની કમાન લાંબા સમય સુધી એવા નેતાઓના હાથમાં રહી, જેઓ ગુજરાતના નહોતા. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણણ અડવાણી વર્ષ 1991થી 2014 સુધી સાંસદ રહ્યા. આપને જણાવી દઈએ કે, 1996માં પૂર્વ વડાપ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયી લખનઉ અને ગાંધીનગર બેઠક ઉપરથી લડ્યા હતા. બંન્ને બેઠક ઉપર વિજય થતા ગાંધીનગર બેઠક પર તેમણે રાજીનામું આપ્યુ હતું. 

ગઢ ગુજરાતને સાચવવા એડીચોટીનું જોર: સ્ટ્રેટેજી નક્કી કરવા આજે ગૃહમંત્રી શાહ  કરશે બેઠકો |

ગત ચૂંટણીમાં પાર્ટીએ અનેક પડકારોનો કર્યો સામનો
ગુજરતામાં છેલ્લા 27 વર્ષોથી એટલે કે 1995થી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. જોકે, પાટીદાર આંદોલન, જીએસટી લાગુ જેવા અનેક પડકારોનો સામનો પાર્ટીએ વર્ષ 2017માં કર્યો, પરંતુ તે સમયે પણ ભાજપ 99 બેઠકોની સાથે સરકાર બનાવવામાં સફળ રહ્યું. વર્ષ 1998 પછી પ્રથમ વખત એવું બન્યું હતું કે જ્યારે પાર્ટીની જીતનો આંકડો 100થી નીચે રહ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ