બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / uge strong password in mobile laptop and email id
Arohi
Last Updated: 07:25 PM, 2 September 2022
ADVERTISEMENT
ઘણીવાર આપણે આપણી પર્સનલ ડિટેલ્સને સિક્યોર કરવા માટે પાસવર્ડનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જો પાસવર્ડ હેક થઈ જાય તો તેમાંથી આપણો બધો અંગત ડેટા ચોરાઈ જાય છે. હકીકતે આપણને ઘણી જગ્યાએ પાસવર્ડની જરૂર હોય છે અને તે ભૂલી જવાના ડરથી આપણે ખૂબ જ સરળ પાસવર્ડનો ઉપયોગ કરીએ છીએ. આ પાસવર્ડને કોઈપણ સરળતાથી હેક કરી શકે છે.
ADVERTISEMENT
10 પાસવર્ડ્સ જે સરળતાથી થઈ જાય છે હેક
આવા ઘણા કોમન પાસવર્ડ્સ છે, જેનો ઉપયોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થાય છે. તો ચાલો જાણીએ આવા 10 પાસવર્ડ્સ વિશે જે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. તેમજ તેમને સરળતાથી હેક કરી શકાય છે.
બર્થ ડે, ફોન નંબર, નામનો ન બનાવો પાસવર્ડ
લોકો તેમના પાસવર્ડને ખૂબ જ સરળ બનાવવા માટે 123 જેવા નંબરવાળા પાસવર્ડનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, મોટી સંખ્યામાં લોકો તેમનો જન્મદિવસ, ફોન નંબરના છેલ્લા કેટલાક અંકો, તેમનું નામ અને જન્મદિવસ અથવા તો તેમના શહેરના પિન કોડમાંથી પણ પાસવર્ડ બનાવે છે. જેને ખૂબ જ સરળતાથી ક્રેક કરી શકાય છે. તેથી તમારે તમારો પાસવર્ડ ખૂબ જ કાળજીપૂર્વક બનાવવાની જરૂર છે.
આ કંપનીએ બનાવી 200 સૌથી ખરાબ પાસવર્ડની યાદી
વિશ્વમાં પાસવર્ડ્સનું વિશ્લેષણ કરતી NordPass નામની એજન્સીએ 2020ના સૌથી ખરાબ 200 પાસવર્ડની યાદી બનાવી છે. આ 200 પાસવર્ડમાંથી 100થી વધુ એવા પાસવર્ડ છે જેને સરળતાથી હેક કરી શકાય છે. એટલે કે, સાયબર ક્રિમિનલ અથવા કોઈપણ દ્વારા તેને સરળતાથી હેક કરી શકાય છે અને પછી તે એકાઉન્ટનો દુરુપયોગ કરી શકે છે.
ચાલો જાણીએ કે લિસ્ટમાં કયા પાસવર્ડ સામેલ છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.