બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
महाराष्ट्रातील राजकीय घडामोडींचा प्रवास विधान सभा बरखास्तीचया दिशेने..
— Sanjay Raut (@rautsanjay61) June 22, 2022
ADVERTISEMENT
શિવસેના નેતા સંજય રાઉતે વિધાનસભા ભંગ કરવાના સંકેત આપ્યા
મંગળવાર સવારથી જ મહારાષ્ટ્રમાં શિવસેનામાં બળવાને લઈને મોટી ઉથલ-પાથલ મચી ગઈ છે.ત્યારે ઉદ્ધવ ઠાકરે સામે નારાજ નેતા એકનાથ શિંદેને માનવવાની જગ્યાએ રાજ્યમાં વિધાનસભા જ ભંગ કરી દેવાના સંકેત મળી રહ્યા છે.સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલની પરિસ્થિતિ વિધાનસભા ભંગ કરવા તરફ જઈ રહી છે. હવે આ ટ્વિટ બાદ સંપૂર્ણ શક્યતા છે કે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપીને વિધાનસભા ભંગ કરાવવાનો પ્રસ્તાવ મૂકી શકે છે.
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેએ સાંજે 5 વાગે બોલાવી ધારાસભ્યો અને સાંસદોની બેઠક
ADVERTISEMENT
મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મોટા સમાચાર ઉદ્ધવ ઠાકરે શિવસેનાના ધારાસભ્યો અને સાંસદોને સાંજે 5 વાગે નિવાસે યોજાનારી બેઠકમાં હાજર રહેવા સૂચના આપી છે આ બેઠકમાં રાજકીય સંકટને લઈને બેઠકમાં થશે ચર્ચા
મહારાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યદળની બેઠક મળશે-કમલનાથ
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ નેતા કમલનાથનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કમલનાથે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના કોંગ્રેસના તમામ ધારાસભ્યોની બેઠક મળશે. કોંગ્રેસના
તમામ ધારાસભ્યો અમારી સાથે જ છે. અમારા એક પણ ધારાસભ્ય બહાર નથી ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે કમલાનાથને પ્રર્યવેક્ષક બનાવ્યા છે.
ADVERTISEMENT

આદિત્ય ઠાકરેએ ટ્વિટર પ્રોફાઇલમાંથી મંત્રી શબ્દ હટાવ્યો
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા પોલીટીકલ હાઈવોલ્ટેજ ડ્રામની વચ્ચે આદિત્ય ઠાકરેએ ટ્વિટર પ્રોફાઇલમાંથી મંત્રી શબ્દ હટાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે ઉદ્ધવ ઠાકરેએ તમામ ધારાસભ્યો સાંસદોની સાંજે 5 વાગ્યે બેઠક બોલાવી છે.
ભાજપે તમામ ધારાસભ્યોને મુંબઈ પહોંચવા કર્યો આદેશ
બીજી તરફ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપે તમામ ધારાસભ્યોને મુંબઈ પહોંચવા કર્યો આદેશ છે. જેમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે અને મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અંગે બેઠકમાં થશે ચર્ચા
શિંદેએ પાર્ટીમાં બળવો કરીને મહારાષ્ટ્રના રાજકીય ગરમાવો લાવી દીધો
શિવસેના સામે બળવો કરનાર એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકાર બનાવવાની માંગ કરવા પાર્ટીના ધારાસભ્યો સાથે સુરત પહોંચ્યા હતા. શિવસેનાના સૌથી વફાદાર નેતાઓમાંના એક એકનાથ શિંદેએ પાર્ટીમાં બળવો કરતા બે ડઝનથી વધુ ધારાસભ્યોને પોતાની સાથે લીધા છે. રાજકીય વાતાવરણમાં ગરમાવો જોતા તેઓ હવે આસામની રાજધાની ગુવાહાટી પહોંચ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.