કહ્યું, પાછા આવતા રહો, સાથે બેસીને ઉકેલી શોધી કાઢીશું
ઉદ્ધવે કહ્યું- પરિવારના મોભી તરીકે મને તમારા લોકોની ચિંતા
સંજય રાઉતે પણ ધારાસભ્યોને પાછા આવવાની કરી અપીલ
મહારાષ્ટ્રના સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર બળવાખોરોને મનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમના તરફથી એક ભાવનાત્મક સંદેશ જારી કરવામાં આવ્યો છે. એ સંદેશામાં ઉદ્ધવ કહી રહ્યા છે કે સંવાદ દ્વારા ઉકેલ શોધી શકાય છે. ધારાસભ્યોએ માત્ર તેમની સાથે વાત કરવાની જરૂર છે.
Maharashtra CM & Shiv Sena chief Uddhav Thackeray appeals to party MLAs in Guwahati, to come & discuss; said "Many of you are in touch with us, you're still in Shiv Sena at heart; family members of some MLAs have also contacted me & conveyed their sentiments to me..."
પરિવારના મોભી તરીકે મને તમારા લોકોની ચિંતા- ઉદ્ધવ
મેસેજમાં તેમણે કહ્યું કે પરિવારના મોભી તરીકે મને તમારા લોકોની ચિંતા છે. તમને થોડા દિવસો માટે જેલમાં પૂરીને ગુવાહાટીમાં રાખવામાં આવ્યા છે. દરરોજ તમારા વિશેની નવી-નવી માહિતીઓ મારી પાસે આવે છે. તમારામાંના ઘણા મારા સંપર્કમાં છે. તમે લોકો હજી પણ દિલથી શિવસેનાની સાથે છો.
Every day new info is coming out about the MLAs trapped in Guwahati for last few days. As Shiv Sena's family head I respect your sentiments, get rid of confusion... we'll sit together & find a way out of this... if you come forward & speak,we'll find a way out: Uddhav Thackeray
હજુ બહુ મોડું થયું નથી, પાછા આવતા રહો, મારી સાથે ચર્ચા કરો
ઉદ્ધવે વધુમાં કહ્યું હતું કે પરિવારના એક મોભી તરીકે હું એટલું જ કહી શકું કે બહુ મોડું થયું નથી. તમે લોકો મુંબઇ આવો છો અને મારી સામે બેસો છો અને શંકાઓને દૂર કરો છો. અમે ચોક્કસપણે સાથે મળવાનો માર્ગ શોધીશું. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શિવસેનાએ તમને જે સન્માન આપ્યું છે તે બીજે ક્યાંય નહીં મળે.
સંજય રાઉતના સૂર પણ બદલાયા
શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉતના સૂર પણ બદલાયા હોય તેવું લાગી રહ્યું છે. મંગળવારે સવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રાઉતે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ સીએમ બની ગયા છે, તેમને તેનો અનુભવ છે. તેથી મારો એક જ સંદેશ છે કે તેઓ અત્યારે વિપક્ષમાં જ રહે. સંજય રાઉતે ફરી એકવાર બાગી ધારાસભ્યોને મુંબઈ આવીને તેમની સાથે વાત કરવા માટે કહ્યુ છે.