બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / udaybhan becomes haryana pradesh congress committee chairman

રાજકારણ / મોટા ફેરફાર: હરિયાણામાં પૂર્વ સીએમ આગળ કોંગ્રેસ નરમ પડી, શૈલજાને હટાવી ઉદયભાણને બનાવ્યા પ્રદેશ અધ્યક્ષ

Pravin

Last Updated: 04:55 PM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે પંજાબ અને હિમાચલ બાદ હવે હરિયાણામાં પોતાની સ્ટેટ યુનિટમાં મોટો ફેરફાર કર્યો છે. કુમારી શૈલજાના સ્થાને હવે ઉદયભાણને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે.

  • હરિયાણા કોંગ્રેસમાં મોટા ફેરફાર
  • કોંગ્રેસે પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા
  • પૂર્વ સીએમના ખાસ માણસને આપી જવાબદારી

કોંગ્રેસે પંજાબ અને હિમાચલ બાદ હવે હરિયાણામાં પોતાની સ્ટેટ યુનિટમાં મોટો ફેરફાર કર્યો છે. કુમારી શૈલજાના સ્થાને હવે ઉદયભાણને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. જે ભૂપિન્દ્ર સિંહ હુડ્ડાના ખાસ માણસ છે. તેઓ હોડલ સીટ પરથી કેટલીય વાર ધારાસભ્ય રહી ચુક્યા છે અને દલિત સમુદાયમાંથી આવે છે. પાર્ટીની સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ પ્રકારની જાણકારી આપવામાં આવી હતી. 

હરિયાણામાં કોંગ્રેસે ફરી વાર દલિત કાર્ડ ખેલ્યું

તેમણે જણાવ્યું છે કે, ઉદયભાણને હરિયાણા પ્રદેશ કમિટિના અધ્યક્ષ નિમણૂંક કરવાની સાથે શ્રૃતિ ચૌધરી, રામ કિશન ગુજ્જર, જિતેન્દ્ર કુમાર ભારદ્વાજ અને સુરેશ ગુપ્તાને કાર્યકારી અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, ભૂપિંદર સિંહ હુડ્ડાને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કુમારી શૈલજા સાથે ભારે ડખ્ખા થતાં હતાં. તેઓ સતત તેમને હટાવીને કોઈ અન્યને અધ્યક્ષ બનાવાની માગ કરી રહ્યા હતા,. જો કે, દલિત સમુદાયમાંથી આવતા શૈલજાને હટાવતા દલિતો નારાજ થશે તેવો પણ ડર સતાવી રહ્યો હતો.

હુડ્ડાને નારાજ કરી શકે નહીં, દલિતોને પણ નારાજ ન કરાય

ત્યારે આવા સમયે કોંગ્રેસ પાર્ટી ન હુડ્ડાને નારાજ કરી શકે કે નહીં દલિતોને નારાજ કરી શકે. તેથી ઉદયભાણ પર તેમની નજર ગઈ જે હુડ્ડાના નજીકના પણ છે અને દલિત સમુદાયમાંથી પણ આવેછે. પૂર્વ સીએમ હુડ્ડા હાલમાં વિધાનસભામાં વિપક્ષના નેતાની જવાબદારી સંભાળી રહ્યા છે. કહેવાય છે કે, આ અગાઉ કોંગ્રેસ હાઈકમાન્ડે અધ્યક્ષ બનાવાનો પ્રસ્તાવ આપ્યો હતો, પણ તેની સાથે વિધાનસભામાં નેતા વિપક્ષની જવાબદારી કોને આપવી તે મોટો પ્રશ્ન હતો. તેથી હુડ્ડાએ વિપક્ષના નેતા બની રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમની સાથે તેમનો ઈરાદો એવો પણ હતો કે, શૈલજાને હટાવીને આ જવાબદારી કોઈ અન્યને સોંપવામાં આવે અને તે વ્યક્તિ હુડ્ડાનો ખાસ હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ